sachin tendulkar and anjali 25th wedding anniversary-
  • Home
  • Featured
  • Photos: સચિન તેંડુલકર અંજલિ માટે આજનો દિવસ ખુબજ યાદગાર, જોત જોતામાં 25 વર્ષ પૂરા કર્યા

Photos: સચિન તેંડુલકર અંજલિ માટે આજનો દિવસ ખુબજ યાદગાર, જોત જોતામાં 25 વર્ષ પૂરા કર્યા

 | 12:24 pm IST

ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે લગ્નના આજે 25 વર્ષ પૂર્ણ થયા છે. સચિને 24મે 1995ના રોજ અંજલિ સાથે વિવાહ કર્યા હતા. સચિન તેંડુલકરે તેમનાથી છ વર્ષ મોટી અંજલિ સાથે પ્રેમ કર્યો અને સપ્તપદીના ફેરા લીધા.

સચિન તેંડુલકર અને અંજલી 1994માં ન્યૂઝીલેન્ડમાં સગાઈ કરી લીધી હતી. તે પછી સચિન ભારતીય ટીમ સાથે ન્યુઝીલેન્ડ પ્રવાસ પર હતો. 24 એપ્રિલે, બંનેએ સચિનના 21મા જન્મદિવસ પર સગાઈ કરી હતી, અને એક વર્ષ પછી, 24 મે 1995ના રોજ, સચિન-અંજલિના લગ્ન થયા. લગભગ પાંચ વર્ષના પ્રેમ પછી સચિન-અંજલિ એક બીજાના હંમેશા માટે બની ગયા.

સચિન અને અંજલિ 12 ઓક્ટોબર 1997 એક પુત્રીના માતાપિતા બન્યા જેનું નામ સારા છે, જ્યારે 24 સપ્ટેમ્બર 1999, બે વર્ષ પછી, તેઓ પુત્ર અર્જુનનાં માતાપિતા બન્યાં. 

આજે આ કપલ એટલુ જ પ્રેમથી જીવન વિતાવી રહ્યુ છે સચિન અને અંજલિને આજના દિવસની ખુબ ખુબ શુભેચ્છા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન