Sachin Tendulkar and Sourav Ganguly Funny conversation
  • Home
  • Sports
  • Cricket
  • સચિનની પોસ્ટ પર સૌરવ ગાંગુલીએ લીધી મજા, તો તેંડુલકરે પણ આપ્યો જબરદસ્ત જવાબ

સચિનની પોસ્ટ પર સૌરવ ગાંગુલીએ લીધી મજા, તો તેંડુલકરે પણ આપ્યો જબરદસ્ત જવાબ

 | 11:07 pm IST

ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની જોડી ક્રિકેટની લોકપ્રિય અને પ્રખ્યાત જોડીઓમાંથી એક છે. આ બંને ખેલાડીઓએ ક્રિકેટના મેદાન પર રિકોર્ડ્સનો પહાડ ઉભો કર્યો છે. જો કે, ટીમ ઇન્ડિયાના આ બંને ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન ક્રિકેટ જગતથી ઘણા સમય પહેલા જ સંન્યાસ લઈ ચૂક્યા છે.

આપને જણાવી દઈએ કે આ બંને દિગ્ગજ ખેલાડી સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે સતત કનેક્ટ રહે છે. જો કે, તાજેતરમાં સચિનની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ગાંગુલીએ મજેદાર કોમેન્ટ કરી મજા લીધા. જ્યારે સચિને પણ તેનો જવાબ આપ્યો. બંનેની આ રમુજી વાતચીત લોકો વચ્ચે ખૂબ વાયરલ થઈ રહી છે. સચિને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુદની એક તસવીર પોસ્ટ કરતા લખ્યું કે,‘તડકાનો મજા લઈ રહ્યો છું.’

ત્યારે આ પોસ્ટ પર ગાંગુલીએ કોમેન્ટમાં લખ્યું કે,‘કોઈ-કોઈની કિસ્મત સારી છે….રજાઓ માણતા રહો.’ ગાંગુલીના આ કોમેન્ટ પર તેંડુલકરે પણ જવાબી ટિપ્પણી કરી અને કહ્યું કે રજાઓ સાચે જ ખૂબ જ સારી છે. તેમણે બુશફાયર ક્રિકેટ બૈશ માટે 10 મિલિયન ડોલરની મૂડી એકત્ર કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે સૌરવ ગાંગુલી હાલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) ના અધ્યક્ષ છે. જ્યારે સચિને તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલ ભીષણ આગથી પ્રભાવિત પીડિતો માટે ફંડ એકત્ર કરવા માટે બુશફાયર ક્રિકેટ બેશ મેચ દરમિયાન એક ઓવર રમી હતી.

આ વીડિયો પણ જુઓ: કચ્છમાં માસિક ધર્મ પાળવાના નામે વિદ્યાર્થિનીઓનું શોષણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન