sachin tendulkar celebrate wife anjali tendulkar birthdaya at gujarati restaurant
  • Home
  • Sports
  • મુંબઈમાં અહીં સચિને ઉજવ્યો પત્નીનો બર્થડે, જાણો શું છે ખાસ

મુંબઈમાં અહીં સચિને ઉજવ્યો પત્નીનો બર્થડે, જાણો શું છે ખાસ

 | 11:48 am IST
  • Share

  • મુંબઈની ગુજરાતી હોટલમાં પત્નીએ મનાવ્યો બર્થડે

  • સચિને પત્ની અંજલીનો બર્થડે મનાવ્યો ખાસ રીતે

  • પરિવારે સાથે મળીને આનંદ લઈને ફોટો કર્યા શેર

 

 

સચિન તેંડુલકરે બુધવારે પત્ની અંજલીનો બર્થડે સેલિબ્રેટ કર્યો. સચિને પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્પેશ્યલ ફોટો પણ શેર કર્યા છે. અહીં તેઓ પરિવારની સાથે ગુજરાતી રેસ્ટોરન્ટમાં જમવાની મજા માણી હતી.

 

 

સચિને પત્નીનો 54મો જન્મદિવસ મનાવ્યો

સચિને ગઈકાલે પત્ની અંજલી તેંડુલકરનો 54મો જન્મદિવસ મનાવ્યો હતો. મુંબઈની એક ગુજરાતી રેસ્ટોરામાં આખા પરિવારે ડિનર કર્યું. આ સમયે સચિન- અંજલિની દીકરી સારા પણ જોવા મળી હતી. હાલમાં તે લંડનમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sachin Tendulkar (@sachintendulkar)

શ્રી ઠાકેર ભોજનાલયમાં લીધું ભોજન

ફેમિલિ ડિનરનો ફોટો શેર કરતાં સચિને લખ્યું કે અંજલિના જન્મદિવસે તેઓએ શ્રી ઠાકેર ભોજનાલયમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો. અંજલીનું ગુજરાતી કનેક્શન ઘણું સ્ટ્રોન્ગ છે.

હાલમાં જ યૂએઈથી પરત આવ્યા છે સચિન

સચિન તેંડુલકર હાલમાં યૂએઈથી પરત આવ્યા છે. સચિન મુંબઈ ઈન્ડિયન્સના સપોર્ટ સ્ટાફનો ભાગ છે. સચિન તેંડુલકર અને અંજલી તેંડુલકરના લગ્ન 1995માં થયા હતા અને તેમને 2 સંતાન છે. અર્જુન તેંડુલકર એક્ટિવ ક્રિકેટર છે અને દીકરી સારા લંડનમાં રહે છે. ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરને ટ્વિટર પર આ વર્ષના 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ કરાયા છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકરનું નામ 35મા નંબરે છે તો પીએમ મોદીનું નામ બીજા નંબરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો