Sachin Tendulkar did not get Dhoni's Place in WC Playing XI
  • Home
  • Sports
  • Cricket
  • સચિને વર્લ્ડ કપ પ્લેઇંગ XI ટીમમાંથી એમ.એસ.ધોનીને રાખ્યો બાકાત, આ છે કારણ

સચિને વર્લ્ડ કપ પ્લેઇંગ XI ટીમમાંથી એમ.એસ.ધોનીને રાખ્યો બાકાત, આ છે કારણ

 | 1:30 pm IST

ક્રિકેટના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે 2019ના આઈસીસી વર્લ્ડ કપને લઈ પસંદ કરેલ તેની પ્લેઇંગ ઇલેવનમાં પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીને બાકાત રાખ્યો છે. વર્લ્ડ કપ 2019માં ખરાબ પ્રદર્શનના કારણે સતત ટીકાકારોનો સામનો કરી રહેલા ધોની પરથી હવે દિગ્ગજ ખેલાડીઓનો વિશ્વાસ પણ ઓછો થવા લાગ્યો છે.

વર્લ્ડ કપમાં ધોનીના પ્રદર્શનને જોતા સચિને તેની પ્લેઇંગ ઇલેવન ટીમમાં ધોનીની જગ્યાએ લેફ્ટ આર્મ સ્પિનર અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને જગ્યા આપી છે. ઇંગ્લેન્ડમાં રમાયેલ વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીએ બધી મેચ રમી હતી. જ્યારે જાડેજાએ માત્ર બે રમી. સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે જાડેજાની ઇનિંગ્સથી સચિન ઘણો પ્રભાવિત થયો છે અને આ જ કારણ છે કે સચિને તેની પ્લેઇંગ ઇલેવનમાં જાડેજાને સ્થાન આપ્યું છે.

સચિન તેંડુલકર રવીન્દ્ર જાડેજાની બોલિંગ અને બેટિંગથી એટલો પ્રભાવિત થયો કે તેને જાડેજાને ટીમમાં સામેલ કર્યો. મીડિયા રિપોર્ટ મુજબ વર્લ્ડ કપ ફાઇનલમાં કોમેન્ટ્રી કરતી વખતે સચિને વર્લ્ડ કપ માટે તેની પ્લેઇંગ ઇલેવન વિશે કહ્યું કે,‘મને ખબર છે કે લોકો આ વિશે મને સવાલ જરૂર કરશે. પરંતુ સેમીફાઇનલમાં જાડેજાએ 77 રનની જે શાનદાર ઇનિંગ્સ રમી તેને મને ઘણો પ્રભાવિત કર્યો છે.’ ઉપરાંત સચિને તેની પ્લેઇંગ ઇલેવનમાં કેન વિલિયમસનને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. સચિનની આ ટીમમાં ટીમ ઇન્ડિયાના રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને સામેલ કર્યા છે. જ્યારે બાંગ્લાદેશના શાકિબ અને ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સને પણ સામેલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન