ધુરંધર ક્રિકેટર સચીન તેંડુલકર ઊંટ પર બેસ્યો, રણોત્સવમાં આવી રીતે કરી મજ્જા, જુઓ Photos - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • ધુરંધર ક્રિકેટર સચીન તેંડુલકર ઊંટ પર બેસ્યો, રણોત્સવમાં આવી રીતે કરી મજ્જા, જુઓ Photos

ધુરંધર ક્રિકેટર સચીન તેંડુલકર ઊંટ પર બેસ્યો, રણોત્સવમાં આવી રીતે કરી મજ્જા, જુઓ Photos

 | 11:18 am IST

ભારતીય ક્રિકેટ જગતનો ધુરંધર ક્રિકેટર સચીન તેંડુલકર બે દિવસના કચ્છના રણોત્સવની મુલાકાતે આવ્યો હતો. પોતાના પરિવાર અને મિત્રો સાથે આવેલી સચીને અહી રણોત્સવમાં આહલાદક પળો માણી હતી. તેણે ઊંટ સવારીથી લઈને ઊંટ ગાડીમાં બેસીને મજ્જા કરી હતી. જેની તસવીરો હાલ સામે આવી છે.

સચીન તેંડુલકર તેની પત્ની અંજલિ તથા ચાર મિત્રો સાથે કચ્છ રણોત્સવમાં પહોંચ્યો હતો. ભૂજ એરપોર્ટ પર જ તેની એક ઝલક જોવા માટે ચાહકોની ભીડ જામી હતી. જ્યાં તેણે માંડવી બીચ, સેરેના બીચ પર ઘણો સમય વિતાવ્યો હતો. ભારતીય ક્રિકેટ જગતના આ ધુરંધર ક્રિકેટરની આ ટુરની તસવીરો સામે આવી છે. તેણે ઊંટ પર સવારી કરી રણોત્સવની મજા માણી હતી. તો બીજી તરફ ઊંટ ગાડીમાં પણ સમાન્ય માણસની જેમ બેસીને ફરતો જોવા મળ્યો હતો. સચિન તેંદુલકરના ફોટા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.