Sachin Tendulkar reached 15 thousand runs in ODI Format HD Image
  • Home
  • Sports
  • Cricket
  • આજના દિવસે માસ્ટર બ્લાસ્ટરે રચ્યો હતો ઇતિહાસ, બનાવ્યો એવો રેકોર્ડ જે આજે પણ છે યથાવત

આજના દિવસે માસ્ટર બ્લાસ્ટરે રચ્યો હતો ઇતિહાસ, બનાવ્યો એવો રેકોર્ડ જે આજે પણ છે યથાવત

 | 2:28 pm IST

ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજ બેટ્સમેન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બેટિંગ ઓર્ડરમાં ઘણા રેકોર્ડ્સ છે. જેમાંથી ઘણા રેકોર્ડ સચિનના સંન્યાસ લીધા પછી હાલ પણ કોઈ તોડી શક્યું નથી અને યથાવત છે. આ રેકોર્ડ્સમાંથી એક રેકોર્ડ સચિને આજે પોતાના નામે કર્યો હતો.

આપને જણાવી દઈએ કે આજના જ દિવસે ‘ક્રિકેટના ભગવાન’ કહેવાતા સચિન તેંડુલકરે ઇતિહાસ રચ્યો હતો. તેમણે વન ડે ઇન્ટરનેશનલમાં 15,000 રન પૂરા કર્યા હતા. આ સિદ્ધિ મેળવનાર સચિન દુનિયાના પહેલા અને એકમાત્ર બેટ્સમેન બની ગયા હતા. આજના દિવસે(29 જૂન) સચિને 2007માં બેલફાસ્ટમાં રમાયેલ સીરીઝના બીજા મુકાબલામાં આંદ્રે નેલની બોલને મિડ-ઓફ પર રમી આ ઉપલબ્ધિ મેળવી હતી. સચિને આ મેચમાં 93 રન બનાવ્યા હતા પરંતુ 42મી વન ડે સદીથી ચૂકી ગયા હતા.

જો કે, સચિનના આ શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયા આ મેચ 6 વિકેટથી જીતી હતી. આપને જણાવી દઈએ કે સચિન સિવાય અન્ય કોઈ બીજો ખેલાડી આ વિક્રમ સર્જી શક્યો નથી. શ્રીલંકાના કુમાર સંગાકારાના નામે 14,234 રન છે. જો એક્ટિવ ખેલાડીઓની વાત કરીએ તો વિરાટ કોહલી તેના સૌથી નજીક છે. કોહલીના નામે 11,867 વન ડે ઇન્ટરનેશનલ છે. સચિને વન ડે કરિયરમાં 18,426 રન બનાવ્યા છે. જેમાં 49 સદી અને 96 હાફ સેન્ચુરી શામેલ છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેમના નામે 15,921 રન અને 51 સદી છે. ઉપરાંત 2010માં સચિને વન ડેમાં બેવડી સદી પણ ફટકારી હતી.

આ વીડિયો પણ જુઓ: ગાંધીનગર- કોળી સમાજના આગેવાન કમલમ પહોંચ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન