NIFTY 10,016.95 +28.20  |  SENSEX 31,924.41 +77.52  |  USD 65.2750 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • નાસિર હુસૈન વિશે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરે કહ્યું કંઈક આવું…

નાસિર હુસૈન વિશે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરે કહ્યું કંઈક આવું…

 | 8:35 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને માસ્ટર બ્લાસ્ટર ગણાતા સચિન તેંડુલકરે પોતાના સમયના ક્રિકેટ અંગે ઘણા રહસ્યો ખોલ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, મારા સમયમાં ક્રિકેટના ઘણા મહારથીઓ મેદાને હતા પણ તે તમામ ખેલાડીઓમાં કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડનો નાસિર હુસૈન સૌથી શ્રેષ્ઠ કેપ્ટન હતો. સચિને પોતાની ઓટોબાયોગ્રાફી ‘પ્લેઈંગ ઈટ માય વે’માં આ અંગે ખુલાસો કર્યો છે.

સચિને જણાવ્યું હતું કે, હુસૈનમાં ક્રિકેટ અંગે સારી સમજ હતી. તે હંમેશાં પોતાની ટીમ માટે નવી નવી રણનીતિ બનાવતો હતો. તેનામાં ક્રિકેટની આગવી સમજ હતી. બેટ્સમેન એક બોલ પર ફોર મારે તો તે બીજા બોલ પહેલાં તે સ્થળે ફિલ્ડર ગોઠવતો નહોતો. તે હંમેશાં એવું જ ઈચ્છતો કે, તે જગ્યાએ શોટ મારવા દરમિયાન ખેલાડી કોઈ ભૂલ કરે અને તેની વિકેટ મળી જાય.