Sachin Tendulkar says that Workload is Different for Every Players
  • Home
  • Sports
  • Cricket
  • વર્ક લોડ મેનેજમેન્ટ વિશે તેંડુલકરે આપ્યું નિવેદન, કહ્યું-‘દરેકની જરૂરિયાતો જુદી હોય છે’

વર્ક લોડ મેનેજમેન્ટ વિશે તેંડુલકરે આપ્યું નિવેદન, કહ્યું-‘દરેકની જરૂરિયાતો જુદી હોય છે’

 | 3:06 pm IST

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું માનવું છે કે આઇપીએલ દરમિયાન કાર્યભાર(વર્ક લોડ) સંબંધી એક સમાન માળખું ન હોઈ શકે. કારણે કે દરેક ખેલાડીની જરૂરિયાતો અલગ-અલગ હોય છે.

ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) શરૂ થતા આ વાતની ઘણી ચર્ચા થઈ રહી છે કે વિશ્વ કપ રમનારા ખેલાડીઓ આઈપીએલમાં તેમના વર્ક લોડને કેવી રીતે સંતુલિત રાખશે. આ વિશે હવે તેન્ડુલકરે કહ્યું કે વિશ્વ કપ માટે દરેક ખેલાડીની તૈયારી અલગ હોય છે જેથી તેના વર્ક લોડનો ભાર પણ અલગ હશે. સચિને કપ્તાન વિરાટ કોહલીની વાતને યોગ્ય ગણાવતા કહ્યું કે દરેક ખેલાડીએ પોતે જ નક્કિ કરવું પડશે કે તેઓ કેટલું કાર્યભાર ઉઠાવી શકે છે અને તેનું પર્ફોર્મેન્સ કેવું રહેશે.

ઉપરાંત સચિને કહ્યું કે મેદાન પર પર્ફોર્મ કરવું જરૂરી છે જેથી દરેક ખેલાડીએ આ વિશે વિચાર કરવો જોઈએ કે તેને ક્યારે બ્રેક લેવાની છે અને ક્યારે મેચ રમવાની છે. આ નિર્ણય તેને પોતે જ કરવો પડશે. તેંડુલકર કહ્યું કે એક ઝડપી બોલર તરીકે જસપ્રીત બુમરાહનો કાર્યભાર કોહલી અથવા મહેન્દ્ર સિંહ ધોની જેવા બેટ્સમેન અથવા વિકેટકીપરથી બિલકુલ અલગ હોય છે. આ બધા ખેલાડીઓ પાસે ઘણો અનુભવ છે અને તેઓ યોગ્ય નિર્ણય લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન