NIFTY 10,153.10 +67.70  |  SENSEX 32,423.76 +151.15  |  USD 64.1300 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કાળા નાણાને સફેદ કરવામાં કેજરીવાલ સામેલ, મારી હત્યા પણ થઈ શકે છે: કપિલ મિશ્રા

કાળા નાણાને સફેદ કરવામાં કેજરીવાલ સામેલ, મારી હત્યા પણ થઈ શકે છે: કપિલ મિશ્રા

 | 12:56 pm IST

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીથી કાઢી મૂકવામાં આવેલા આપના પૂર્વ વિધાયક અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી કપિલ મિશ્રાએ એકવાર ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યાં છે. આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે કેજરીવાલને સીધા હવાલા કરનારા ગણાવ્યાં અને તેમના રાજીનામાની માંગણી કરી. અરવિંદ કેજરીવાલ અને આપના અન્ય સભ્યો દ્વારા મુકેશકુમાર નામની વ્યક્તિનો વીડિયો શેર કરવા બાબતે તેમણે જણાવ્યું કે આ વીડિયો સદંતર ખોટો છે. તેમણે કોઈ હેમપ્રકાશ શર્મા નામની વ્યક્તિનો ઉલ્લેખ કર્યો જેને બચાવવા માટે કેજરીવાલ અને આપએ મુકેશકુમારને આગળ કર્યાં. કપિલે ફાળો આપનારી કંપનીઓના લેટર હેડને લઈને આરોપ લગાવ્યો કે ઘરમાં બેસીને બનાવેલા લેટરહેડ છે. સનવિઝન કંપનીના એક લેટર હેડના સાઈનને લઈને દાવો કર્યો કે તેના ઉપર કરાયેલી સાઈન મુકેશકુમારની નથી. અરવિંદ કેજરીવાલ, આપ અને તેના સભ્યો પર લગાવેલા આરોપોને લઈને કપિલે કહ્યું કે બની શકે કે ‘ મારી હત્યા પણ કરાવી નાખે.’

કેજરીવાલ મોટા હવાલા માફિયા-કપિલ મિશ્રા

પ્રેસ કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન આપીને કપિલે જણાવ્યું કે એક ઈન્ટરવ્યુંમાં મુકેશ કહે છે કે તેમણે 2014માં ડ્રાફ્ટ દ્વારા AAPને 2 કરોડનો ફાળો આપ્યો. કેજરીવાલ અને આપ નેતાઓ તેને વાઈરલ પણ કરી રહ્યાં છે. હકીકતમાં દિલ્હી સરકારે મુકેશની કંપનીઓને અનેક નોટિસ મોકલેલી છે. જેના દબાણમાં આવીને જ તેઓ કેજરીવાલની દરેક વાત માની રહ્યાં છે.કપિલ મિશ્રાએ દાવો કર્યો કે આમ આદમી પાર્ટીએ નકલી લેટરહેડ બનાવીને મુકેશને 4 કંપનીઓના ડાઈરેક્ટર ગણાવ્યાં. જ્યારે ફાળો આપતી વખતે તે બે કંપનીઓમાં ડાઈરેક્ટર નહતો. ફક્ત બે લેટર્સ ઉપર જ મુકેશના સાઈન છે. રાતે 12 વાગ્યે એક સાથે ચાર કંપનીઓએ 50-50 લાખ રૂપિયા મોકલ્યાં. તેમણે કહ્યું કે આપનું હવાલા નેટવર્ક સામે આવી ચૂક્યું છે. ‘કેજરીવાલ દેશના મોટા હવાલા માફિયા છે. તેમણે નકલી કંપનીઓ દ્વારા કરોડોનો ફાળો લઈને કાળુ નાણુ સફેદ કર્યું. હવે આવકવેરા વિભાગને ગેરમાર્ગે દોરવા માટે મુકેશને બલિનો બકરો બનાવી રહ્યાં છે. કેજરીવાલ કોઈ પણ સંજોગમાં તિહાર જેલ જશે.’ તેમણે વધુમાં કહ્યું કે જો સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા સહિત 5 આપ નેતાઓના વિદેશ પ્રવાસની માહિતી સામે આવી તો કાળા નાણા અને હવાલાનું ખુબ મોટુ નેટવર્ક સામે આવશે.

કેજરીવાલ જણાવે કે બે કરોડ રૂપિયા ક્યાંથી આવ્યાં

કપિલ શર્માએ કહ્યું કે કેજરીવાલે જણાવ્યું હતું કે તેમની પાર્ટીને ફાળો ક્યાંથી આવ્યો તે તેમને ખબર નથી. આ મુદ્દે કપિલે કહ્યું કે કેજરીવાલ હવે આવકવેરા વિભાગને જણાવે કે બે કરોડ રૂપિયા ક્યાંથી આવ્યાં. તેમણે ફાળાની તારીખને લઈને પણ દાવો કર્યો કે એમસીડી ઈલેક્શનથી એક દિવસ પહેલા જ અપાયો હતો. જે સમયે મુકેશકુમારે પાર્ટીને ફાળો આપ્યો તે સમયે તેઓ એ કંપનીમાં હતાં જ નહીં. કપિલે આરોપ લગાવ્યો કે કેજરીવાલે મુકેશકુમારના દાવાને લઈને બેઝિક તપાસ કરી નહતી. તેમણે કહ્યું કે સારૂ થયું કે ભગવાને આ વીડિયો કેજરીવાલ દ્વારા શેર કરાવ્યો.

મુકેશ બેન્ક ડિફોલ્ડર, તેમની કંપની બનાવટી

કપિલે કંપનીઓને નકલી બતાવતા કહ્યું કે તે કોઈ દસ વર્ષથી ચાલતી નથી. તેમણે અન્ય કંપનીઓ પણ નકલી હોવાનો દાવો કર્યો. તેમણે મુકેશકુમારની એક કંપની એસકેએન એસોસિએટ અંગે એક વીડિયો સ્ટિંગ દ્વારા જણાવ્યું કે મુકેશકુમારની આ કંપની બનાવટી છે. વીડિયોમાં નકલી કંપની સંબંધિત બિલ્ડિંગને દર્શાવાયું છે જે અંગે આસપાસના લોકોને પૂછપરછ દેખાડી છે. તેમણે જણાવ્યું કે ‘નીલે આ સ્ટિંગ પોતે કરાવ્યું. ‘મુકેશ બેન્ક ડિફોલ્ટર’ છે. વિભાગે તેમની બિલ્ડિંગનું જાહેરનામુ કરી દીધું હતું. મુકેશ વેટ નથી આપતો, ટેક્સ નથી આપતો પરંતુ બે કરોડનો ફાળો આપે છે.’ કપિલે તેને સીધે સીધી સરકારી તાકાતના દુરઉપયોગનો મામલો ગણાવ્યો. તેમણે કહ્યું કે આ કંપની જાન્યુઆરી 2014માં બંધ થવી જોઈતી હતી પરંતુ હજુ ચાલી રહી છે. તેમણે તેને પણ અત્યાર સુધીનો સૌથી મોટો ‘પબ્લિક કરપ્શન’નો મામલો ગણાવ્યો.

હેમપ્રકાશને બચાવવા માટે મુકેશકુમારને આગળ કરાયા

દિલ્હી સરકારના પૂર્વ મંત્રીએ કહ્યું કે હેમપ્રકાશ શર્માને બચાવવા માટે પાર્ટીએ મુકેશકુમારને આગળ કર્યો છે. કપિલે આપને ફાળો આપનાર કંપનીઓના દસ્તાવેજો પણ નકલી ગણાવ્યાં. તેમણે હેમપ્રકાશ શર્માને પણ નકલી ગણાવ્યાં અને કહ્યું કે ‘તેને અનેક વિભાગો શોધી રહ્યાં છે પરંતુ તે કોઈને મળતો નથી, ફક્ત અરવિંદ કેજરીવાલને મળે છે.’ તેમણે કહ્યું કે હવાલાનો આનાથી મોટો કોઈ કૌભાંડ થયો નથી. તેમણે નોટબંધી મુદ્દે કહ્યું કે અરવિંદ કેજરીવાલ એટલે અકળાયા હતાં કારણ કે જ્યાં જ્યાં દરોડા પડી રહ્યાં હતાં ત્યાં તેમના લોકો બેઠેલા હતાં. તેમણે કેજરીવાલને ફરીથી પડકાર ફેંક્યો કે જો તેમનામાં હિંમત હોય તો રાજીનામું આપીને બતાવે. આપના સભ્યોના વિદેશ પ્રવાસને લઈને કપિલે કહ્યું કે જો આ વિદેશ પ્રવાસની જાણકારી સામે આવી તો અરવિંદ કેજરીવાલે ભારત છોડવું પડશે. આવકવેરા વિભાગ અને ઈડી બંને મુકેશકુમારને શોધી રહ્યાં છે અને તેમને હેમપ્રકાશને બચાવવા માટે આગળ કરી દેવાયા. કપિલના સાથી નીલે શિવચરણ ગોયલ, મુકેશકુમાર, નરેશ યાદવ, હેમપ્રકાશ શર્માને નેક્સસનો ભાગ ગણાવ્યાં અને કહ્યું કે કેજરીવાલ જો એક વધુ જૂઠ્ઠાણુ બોલશે તો તેઓ વધુ એક મોટો ખુલાસો કરશે.

આ અગાઉ કપિલ મિશ્રાએ સીએમ કેજરીવાલને એક્સપોઝ કરવાની ધમકી આપતા કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલે એક વીડિયો રિટ્વિટ કરીને વાઈરલ કર્યો છે, તેમના આ જૂઠ્ઠાણાનો હું પર્દાફાશ કરીશ. કપિલ મિશ્રા સતત સીએમ કેજરીવાલ વિરુદ્ધ નવા નવા આરોપો લગાવતા રહે છે. ગુરુવારે પણ તેમણે ટ્વિટ દ્વારા સીએમ વિરુદ્ધ પોતાની વાત રજુ કરી અને તેમને એક્સપોઝ કરવાની ધમકી આપી. કપિલે પોતાની ટ્વિટમાં આપ વિધાયકોને પ્રાર્થના કરી હતી કે તેઓ આ ખુલાસો ચોક્કસ જૂએ.

કપિલ મિશ્રાએ અગાઉ કેજરીવાલ પર લગાવ્યો હતો લાંચ લેવાનો આરોપ

અત્રે જણાવવાનું કે કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ પર બે કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત તેમણે આપ નેતાઓ પર ડોનેશનના રૂપિયા સાથે ગડબડી કરવાનો પણ આરોપ લગાવ્યો. કપિલે આમ આદમી પાર્ટીના નેતાઓના વિદેશ પ્રવાસના ફંડિંગની જાણકારી પણ માંગી છે. તેઓ પાર્ટીના નેતાઓના વિદેશ પ્રવાસની જાણકારી જાહેર કરવાની માંગ પર અડી ગયા છે. કેજરીવાલ વિરુદ્ધ હજારો પાનાના દસ્તાવેજો સાથે મીડિયામાં આવેલા કપિલે આરોપ લગાવ્યો હતો કે પાર્ટીએ અનેક નકલી કંપનીઓ પાસેથી કરોડોનો ફાળો લીધો. તેમણે દસ્તાવેજો હોવાનો દાવો કરતા કહ્યું કે આ બધુ કેજરીવાલની જાણમાં થયું. તેમણે કેજરીવાલના રાજીનામાની માંગણી કરી અને કહ્યું કે તેમને તિહાર જેલ મોકલીને રહીશ. આ બાજુ કપિલના આરોપોને લઈને કેજરીવાલના બચાવમાં આમ આદમી પાર્ટી સતત કહે છે કે તેઓ ભાજપની ભાષા બોલે છે.

;