Sacred games Actress Kubra says, Nude film was shoot 7 times in film
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • સેક્રેડ ગેમ્સમાં બહુચર્ચિત ન્યૂડ સીન વિશે એક્ટ્રેસ કર્યો ચોંકાવનારો ખુલાસો

સેક્રેડ ગેમ્સમાં બહુચર્ચિત ન્યૂડ સીન વિશે એક્ટ્રેસ કર્યો ચોંકાવનારો ખુલાસો

 | 1:44 pm IST

સૈફ અલી ખાન અને નવાજુદ્દીન સિદ્દીકી સ્ટારર વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ હાલ વિવાદોમાં છે. ત્યારે નેટફ્લિક્સની આ વેબસીરીઝ તેના બોલ્ડ સીનને કારણે ફરીથી વિવાદોમાં આવી છે. સીરિઝના એક ન્યૂડ સીનની હાલ ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. જેમાં ટ્રાન્સજેન્ડરનો રોલ કુબ્રા સૈતે કર્યો છે. કુબ્રાએ એક ઈન્ટરવ્યૂમાં આ સીનના મેકિંગને લઈને રસપ્રદ ખુલાસા કર્યા છે.

કુબ્રાએ ન્યૂડ સીન વિશે કહ્યું કે, અનુરાગ કશ્યપે ઓડિશનમાં જ મને ન્યૂડ સીન વિશે જણાવી દીધું હતું. તેણે કહ્યું કે, આ સીન બહુ જ સુંદરતાથી ફિલ્માવવામાં આવશે. જ્યારે આ સીન શૂટ થશે ત્યારે તને માલૂમ પડશે કે તે વેબસીરિઝમાં કેટલો જરૂરી છે. જ્યારે તમે કોઈ સારું કામ કરો છો, તે તેમાં તમને કોઈ બાબત ખરાબ નથી લાગતી.

કુબ્રાએ જણાવ્યું કે, અનુરાગે આ ન્યૂડ સીન મારી પાસેથી 7 વાર કરાવ્યો હતો. દરેકવાર સીન શૂટ કર્યા બાદ તે મારી પાસે આવતા હતા અને કહેતા કે, સોરી તમે આ સીન એકવાર ફરીથી કરવો પડશે અને હું તે સીન કરતી હતી.

આ સીન ભજવવામાં સૌથી મુશ્કેલ શું રહ્યું તે વિશે કુબ્રાએ કહ્યું કે, આ સીન કરવો જરાય આસાન હતો. સીનની શુટિંગ દરમિયાન અનુરાગ મને કહેતા કે, જો મારાથી નફરત ન કરતી. મને ખબર છે કે, તુ મારાથી આ સીનને કારણે નફરત કરતી હોઈશ, પણ પ્લીઝ આવું ન કર.

શું છે આ વેબસીરિઝ
સેક્રેડ ગેમ્સની સ્ટોરી 80ના દાયકાની છે, જેમાં સરતાજ સિંહ એટલે કે સૈફ અલી ખાનની આસપાસ ફરે છે. તે મુંબઈનો એક પોલીસ ઓફિસર છે, જે આરોપી ગણેશ ગાયતોંડે સામે લડે છે, અને ગણેશ ખુદને મુંબઈનો ભગવાન માને છે. આ કહાની વિક્રિમ ચંદ્રાની આ જ નામની બેસ્ટ સેલિંગ નોવેલમાંથી એડોપ્ટ કરી છે. પરંતુ તેમાં અનેક ચેન્જિસ કરવામાં આવ્યા છે. નવાઝ સીરિઝમાં અંડરવર્લ્ડ ડોનની ભૂમિકામાં છે. સેક્રેડ ગેમ્સને વિક્રમાદિત્ય મોટવાની અને અનુરાગ કશ્યપે મળીને નિર્દેશિત કરી છે.