hardik patel indefinite fast support patidars sadbhavna padyatra
  • Home
  • Gujarat
  • સદભાવના પદયાત્રાને પાટીદારોનું જંગી સમર્થન, જનમેદની ઉમટી

સદભાવના પદયાત્રાને પાટીદારોનું જંગી સમર્થન, જનમેદની ઉમટી

 | 7:01 pm IST

પાટણથી ઊંઝા ઉમિયા માતા મંદિરની યાત્રા શરૂ થઇ છે. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના સમર્થનમાં પાટીદારો દ્વારા આજે રવિવારે પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી 31 કિલોમીટર લાંબી સદભાવના પદયાત્રા શરૂ કરી છે. પાટણથી નીકળતી યાત્રા ઊંઝા ટૂંક સમયમાં પહોંચશે. જેથી ઊંઝા ચાર રસ્તા પાસે પોલીસ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

ઉલ્લેખનિય છે કે પાટણમાંથી પાસ દ્વારા સદભાવના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણના મોતીસા વિસ્તારમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરેથી સદભાવના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે.જેમાં મુસ્લિમ બિરાદરોએ શાંતિનું પ્રતિક એવા કબુતર ઉડાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ સદભાવના યાત્રામાં કોંગ્રેસના ધારાસભ્યો પણ જોડાયા છે. હજારોની સંખ્યામાં પાટીદારો પદયાત્રામાં જોડાઈ ચુક્યા છે. આ પદયાત્રા પાટણથી નીકળી ઉમિયાધામ ઉંઝા ખાતે પહોચશે. સરકારની સદબુદ્ધિ માટે ખાસ આ સદભાવના યાત્રા કરવામાં આવી છે.

હાર્દિકના આમરણાંત ઉપવાસથી તેની તબિયત સારી થાય અને સરકારને સદબુદ્ધિ આવે તેવા હેતુથી પાસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો આ સદભાવના યાત્રામાં ઉંઝાના ધારાસભ્ય ડૉ.આશાબેન પટેલ પણ જોડાયા છે. તેમજ હાર્દિકના ઉપવાસ અંદોલનને લઈ સરકાર પર તેમણે પ્રહાર કાર્ય હતા. તેઓ એ જણાવ્યું કે આ સરકાર સંવેદન હીન સરકાર છે, સરમુખત્યાર સરકાર છે, જો સરકાર માનવતા વાદી હોત તો ચોક્કસ ખેડૂત ના પ્રશ્ન અંગે અંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરી હોત. જો કે માં ઉમિયા અને માં ખોડલસરકારને સદબુદ્ધિ આપે તે માટે સદભાવના યાત્રાનું આયોજન કર્યું છે. 90 જેટલા ગામડાઓમાં આ યત્રા ફરશે. મોટી સંખ્યામાં પાટીદારો આ યાત્રામાં જોડાઇ રહ્યા છે.

આ પદયાત્રામાં કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યો પણ હાજરી આપવાના હોઇ આઇબી સહિત પોલીસ તંત્ર પણ સતર્ક બની ગયું હતું અને યાત્રા દરમિયાન 250થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પદયાત્રા દરમિયાન કોઇ સૂત્રોચ્ચાર નહીં કરવાની સૂચના પાટીદાર આગેવાનો સાથેની બેઠકમાં પોલીસે આપી હતી.

યાત્રા દરમિયાન 2 ડીવાયએસપી, 6 પીઆઇ, 19 પીએસઆઇ, 150 પોલીસ, 20 બોર્ડર વિંગના જવાનો અને 104 હોમગાર્ડ જવાનો તૈનાત કરાયા હતા. યાત્રા દરમિયાન પાટણ જનતા હોસ્પિટલની 10 તબીબો સાથે એમ્બ્યુલન્સ સાથે રહી હતી. 100 સ્વયંસેવકો વ્યવસ્થા જાળવી હતી.મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના 3000 પાટીદારો યાત્રામાં જોડાયા હોવાનું પાસ કન્વીનરે જણાવ્યું હતું.