Sadhvi Pragya Gave Open Challenge On Suspicious Letter
  • Home
  • Featured
  • ધમીકભર્યા પત્રથી વિફર્યા સાધ્વી પ્રજ્ઞા, દુશ્મનોને પડકાર આપતા કહ્યું- કબરમાં પણ નહીં છોડીએ

ધમીકભર્યા પત્રથી વિફર્યા સાધ્વી પ્રજ્ઞા, દુશ્મનોને પડકાર આપતા કહ્યું- કબરમાં પણ નહીં છોડીએ

 | 4:32 pm IST

ભોપાલની સાંસદ સાધ્વી પ્રજ્ઞાનાં નામે એક ધમકી ભરેલી ચિઠ્ઠી મળી છે. ઉર્દૂમાં લખેલી એ ચિઠ્ઠી મોકલનારે સાધ્વી પ્રજ્ઞા ઉપરાંત પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સીએમ યોગી આદિત્યનાથ પર પણ હુમલો કરવાની ધમકી આપી છે. ચિઠ્ઠીની સાથે પાવડર પણ મળ્યો છે. ફોરેન્સિક ટીમ સાધ્વી પ્રજ્ઞાનાં ઘરે પહોંચી અને ચિઠ્ઠીને જબ્ત કરી કેસની તપાસ શરૂ કરી દીધી છે.

કાગળમાં હાફીઝ સઈદની તસવીર

ચિઠ્ઠી વિશે પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, “એક ભારે કાગળ આવ્યો જેમાં પાઉચ હતુ. મે મારા પીએને કહ્યું કે પાઉચ છે તેને તાત્કાલિક ફેંકી દો, તેણે ફેંકી પણ દીધું, પરંતુ તેમા કેટલાક ફોટો જોવા મળ્યા જેને જોવાથી સ્પષ્ટ જોવા મળી રહ્યું હતુ કે પાઉચની અંદર એક પત્ર હતો. પત્ર ઊર્દૂમાં છે પરંતુ તેની સાથે અન્ય પેપર્સ પણ છે. તેમાં મારો એક ફોટો છે જેને ક્રોસ કરવામાં આવ્યો છે. કાગળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય મંત્રી અમિત શાહની પણ તસવીર છે. તેમા અજીત ડોભાલ, યોગી આદિત્યનાથ અને જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલનો પણ ફોટો છે. સૌને ક્રોસ કરવામાં આવ્યા છે. તેમાં એક તસવીર છે જેમાં હાફિઝ સઈદને એક વ્યક્તિને ઑર્ડર આપતા દર્શાવવામાં આવ્યો છે. તેમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે અમને મારવા માટે કેવા હથિયારોનો ઉપયોગ થશે.”

મોદી-શાહ દેશહિતનાં કાર્ય કરે છે તે પસંદ નથી આવતા

પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, “અમને નુકસાન પહોંચાડવા માટે, અમને મારવાની આ પ્રકારની ધમકી આપી રહ્યા છે. આ દેશનાં દુશ્મનોનું કામ છે, આતંકવાદીઓનું કામ છે અને તેઓ કરતા રહેશે. તેઓ ઇચ્છે છે કે દેશનાં હિતમાં કાર્ય ના થાય. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનાં નેતૃત્વમાં જે રાષ્ટ્ર હિતનાં કાર્ય કરવામાં આવે છે તે કોઈને પણ રાસ આવતા નથી. આ કારણે તેઓ તેનો વિરોધ કરે છે અને ધમકીઓ આપી રહ્યા છે.”

સામે આવો તો ખબર પડે કે કોની સામે ટકરાયો છે…

ભોપાલથી બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, “મને સારું લાગ્યું કે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચતા પહેલા તેમને (ધમકી આપનારાઓને) અમારી પણ યાદ આવી ગઈ. તસવીરમાં રાષ્ટ્રિય ધ્વજ સળગાવવામાં આવ્યો છે. પાકિસ્તાનનો ઝંડો ફરકાવવામાં આવ્યો છે. આ તેમની ઘણી જ ગંદી વાત છે, પરંતુ હું દીવાલ છું. મને એ નિમિત્ત બનાવવામાં આવી કે અમારા શીર્ષ નેતૃત્વ સુધી પહોંચવાથી પહેલા અમારી સાથે મુકાબલો કરવો પડશે. તેમને તેમની ઔકાત ખબર પડી જશે કે એક નિમિત્ત માત્ર વ્યક્તિ, એક સંન્યાસી, એક મહિલા, એક રાષ્ટ્રભક્ત કેટલો પાવરફુલ હોય છે કે તમે લોકો સામે આવવાની હિંમત નથી કરી શકતા. સામે આવો તો ખબર પડી જાય કે કોની સામે ટકરાયા છો. અમે ક્યારેય મરતા નથી, અમે હંમેશા જીવિત રહીએ છીએ, પુનર્જન્મ લઇએ છીએ. અમે તો મરીને પણ આવીશું તમારી મૈયતમાં, કબરમાં પણ તમને સલામત રહેવા નહીં દઇએ. જીવવું છે તો ઓલાદ બનીને નહીં તો અમે મરવા પણ નહીં દઇએ.”

આ વિડીયો પણ જુઓ: સુરતમાં પતંગની દોરીથી વૃદ્ધનું ગળું કપાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન