સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી - Sandesh
NIFTY 11,389.45 +2.35  |  SENSEX 37,665.80 +-26.09  |  USD 68.6800 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી

સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી

 | 11:03 am IST

પાકિસ્તાનના ચૂંટણી પંચ (ઈસીપી)એ હાફિઝ સઈદના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવા સાથે સંકળાયેલી  મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ)ની રાજકીય પક્ષ તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી છે.

પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે એમએમએલને આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાથી તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. એમએમએલએ રાજકીય પક્ષ તરીકેની નોંધણી માટે ઈસીપીને અરજી કરી હતી.

ઈસીપીએ સુનાવણી બાદ એમએમએલની અરજી ફગાવી દીધી છે અને ગૃહ મંત્રાલય પાસેથી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ મેળવવા જણાવ્યું છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે ઈસીપીને પત્ર લખ્યો હતો અને એમએમએલને આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાની રાજકીય પક્ષ તરીકેને તેની નોંધણી ન  કરવા અનુરોધ કર્યો હતો.