જાણી લો તમે પણ કેટલીક સેફ હોલી ટિપ્સ - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Lifestyle
 • જાણી લો તમે પણ કેટલીક સેફ હોલી ટિપ્સ

જાણી લો તમે પણ કેટલીક સેફ હોલી ટિપ્સ

 | 10:07 am IST

હોળી રમો ત્યારે રંગો આંખમાં જઈને નુકસાન કરશે એની શક્યતા સૌથી વધુ હોય છે. હોળીમાં ચશ્માં પહેરી રાખવાનો પણ ઓપ્શન નથી ત્યારે એટલું જ કરી શકાય કે કોઈ ચહેરા પર રંગ લગાવવા આવે ત્યારે આંખો તરત બંધ કરી દેવી અને રંગ લાગી ગયા બાદ થોડો રંગ હાથેથી સાફ કર્યા બાદ જ આંખો ખોલવી, જેથી કોરો રંગ આંખની અંદર ન જાય. તો જાણી લો તમે પણ કેટલીક સેફ હોલી ટિપ્સ વિશે…

કેટલીક સેફ હોલી ટિપ્સ

 • હોઠ પર લિપ બામનું જાડું લેયર લગાવો જેથી રંગોથી હોઠ ડેમેજ ન થાય.
 • હોળી રમ્યા બાદ તડકામાં ન બેસવું. આમ કરવાથી રંગો સ્કિન પર વધુ ઊંડા ઊતરશે અને ત્યારબાદ એને કાઢવા મુશ્કેલ બનશે. હોળી રમતી વખતે પણ છાંયામાં રહેવાનું જ પસંદ કરો.
 • વાળમાં લાગેલો રંગ બે વાર ધોઈને પૂરી રીતે કાઢી નાખો અને સ્નાન કર્યા બાદ આખા શરીર પર મોઇસ્ચરાઇઝર લગાવો.
 • હોળીમાં રંગાવાના છો જ એટલે કોઈ પણ પ્રકારનો મેક-અપ લગાવીને હોળી રમવા જવાનું ટાળજો. બની શકે કે મેક-અપમાં રહેલાં કેમિકલ્સ અને રંગો વચ્ચે કેમિકલ રીએક્શન થાય એને સ્કિન ડેમેજ થાય.
 • વાળમાં વધુ રંગો ન જાય એ માટે એના પર સ્કાર્ફ કે બેન્ડાના બાંધી દો.
 • રંગ લાગ્યા બાદ એને સ્નાન કરવાનો સમય મળે ત્યાં સુધી એમ જ રહેવા ન દો. જેમ જેમ સમય મળે એમ એમ
 • હાથ કે સ્કાર્ફ વડે વાળ અને સ્કિન પરથી રંગ ખંખેરતા રહો. આ વખતે
 • પાણી નથી વાપરવાનું એટલે આ કામ આસાનીથી થઈ જશે.
 • હોળી પહેલાં કોઈ પણ ફેશ્યલ ટ્રીટમેન્ટ કરાવવાનું ટાળો. જો રંગોની એલર્જી કે રેશિશ થાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો.
 • લાંબી બાંયનાં કપડાં પહેરો તેમજ બોટમમાં પણ ફુલ પેન્ટ પહેરો, જેથી સ્કિન મેક્સિમમ પ્રમાણમાં પ્રોટેક્ટ થાય.