હવે ભારતમાં ખાદ્યપદાર્થોનાં પેકેટ પર સેફ્ટી લેબલ ફરજિયાત બનશે :FSSAI - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • હવે ભારતમાં ખાદ્યપદાર્થોનાં પેકેટ પર સેફ્ટી લેબલ ફરજિયાત બનશે :FSSAI

હવે ભારતમાં ખાદ્યપદાર્થોનાં પેકેટ પર સેફ્ટી લેબલ ફરજિયાત બનશે :FSSAI

 | 7:40 am IST
  • Share

તૈયાર ખાદ્યપદાર્થના દરેક પેકેટ ઉપર સામેના ભાગે સ્પષ્ટ દેખાય એ રીતે સેફ્ટી લેબલ લગાવવાનું ફરજિયાત કરવાનું ભારતની ખાદ્ય સલામતી ઓથોરિટીએ નક્કી કર્યું છે. સેફ્ટી લેબલ પર ચરબી, ખાંડ અને મીઠું સલામત પ્રમાણમાં અને સ્વરૃપમાં છે કે નહીં તે જણાવવાનું રહેશે. જોકે આ અંગે બધા પક્ષકારો સાથેની બેઠકમાં લેબલ ઉપર ખરેખર કેવું લખાણ હોવું જોઈએ તે વિશે ખાદ્યપદાર્થ ઉદ્યોગ અને ગ્રાહક સુરક્ષા ગ્રૂપ્સ વચ્ચે એકમત સાધી શકાયો નથી. તેથી આઠ વર્ષની મહેનત પછીના નિર્ણયની ચોક્કસ માર્ગર્દિશકા બની શકી નથી. બ્રાઝિલ અને ચિલી જેવા દેશોમાં ખાદ્યપદાર્થોના પેકેટ ઉપર સામે લેબલ લગાવવામાં આવે છે અને તેની ઉપર આ પદાર્થ માણસો માટે કેટલો આરોગ્યપ્રદ છે એ સ્પષ્ટ લખવાનું હોય છે.  

ખાદ્યપદાર્થ ઉત્પાદકો ઈચ્છે છે કે લેબલમાં જેતે ખાદ્યપદાર્થમાં મીઠું, ખાંડ, સોડિયમ અને ચરબી કેટલા પ્રમાણમાં છે તેની યાદી ગ્રાહકોને સમજાય એ રીતે મૂકવી જોઈએ. તેમાંથી ગ્રાહક જાતે જ નક્કી કરી શકે કે આ પદાર્થ તેના માટે કેટલો સલામત છે. ગ્રાહક સુરક્ષા ગ્રૂપ્સ ઈચ્છે છે કે લેબલ ઉપર સ્પષ્ટ રીતે છાપવું જોઈએ કે આ ખાદ્યપદાર્થ માણસોને ખાવા માટે સલામત છે કે નહીં. કયો પદાર્થ કેટલા પ્રમાણમાં છે તે કહેવાથી કામ નહીં ચાલે, કારણ કે મોટાભાગના ગ્રાહકોને ખબર નથી હોતી કે કેટલી શર્કરા, કેટલું મીઠું અને કેટલી ચરબી તેમના આરોગ્ય માટે સલામત છે.  

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(FSSAI)એ જણાવ્યું હતું કે ખરેખર નાગરિકો સમજી શકે તે માટે લેબલ કેવું હોવું જોઈએ તે માટે લોકોની ધારણાનો અભ્યાસ કરીને નિર્ણય કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન