Saffron flew for the sixth time in Jamnagar, find out whose panels were broken
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Election
  • જામનગરમાં છઠ્ઠી વખત કેસરિયો લહેરાયો, જાણો કોની પેનલો તૂટી, BJPના 6 મુસ્લિમોનો કારમો પરાજય

જામનગરમાં છઠ્ઠી વખત કેસરિયો લહેરાયો, જાણો કોની પેનલો તૂટી, BJPના 6 મુસ્લિમોનો કારમો પરાજય

 | 8:26 pm IST
  • Share

જામનગરમાં સતત છઠ્ઠી વખત ભાજપનો કેસરિયો લહેરાયો છે. આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ વખત ભાજપના 64માંથી 50 ઉમેદવારો જીત્યા છે, પરંતુ કમળના નિશાને ચૂંટણીમાં ઉતારેલા છ મુસ્લિમ ઉમેદવારોનો કામો પરાજય થયો છે. એટલું જ નહીં, માયાવતીના બસપા સાથેની ભાઈબંધીમાં પેનલો તુટતા ભાજપના જ ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે.

ત્રણ ટર્મ, 60 વર્ષના નિયમોને કારણે ટિકીટ કપાતા પૂર્વ ડેપ્યૂટી મેયર કરસન કરમૂરે ભાજપમાંથી બળવો કરીને આપનું ઝાડૂ પકડીને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જો કે, જામનગરમાં આપનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી. બીજી તરફ ભાજપે ટિકીટ ન આપતા જ્યોતિબહેન ભરવાડીયાએ પણ બહુજન સમાજવાગી પાર્ટી- બસપામાંથી વોર્ડ નંબર 6માં ઉમેદવારી નોંધાવી હતી.

આથી તેમની સાથે બસપાના હાથીના નિશાને ચૂંટણી લડનારા ચાર પૈકી ત્રણ ઉમેદવારોને ફાયદો થયો છે, વોર્ડ-6માંથી બસપાના ત્રણ અને ભાજપના એકનો વિજય થયો છે. તદ્દઉપરાંત અન્ય બે વોર્ડમાં પણમાં ભાજપની પેનલો તૂટી છે, આમ જામનગરમાં 64 બેઠકોમાંથી ભાજપના 50, કોંગ્રેસના 11 અને બસપાના ત્રણ ઉમેદવારો જિત્યા છે. પાંચ વર્ષ પછી ભાજપને 12 બેઠકોનો ફાયદો થયો છે, જ્યારે કોંગ્રેસ 27માંથી 11માં સમેટાઈ ગઈ છે. જામનગરનું મેયરપદ પહેલી ટર્મ માટે મહિલા અને બીજી ટર્મમાં SC સભ્ય માટે અનામત છે.

જુઓ આ પણ વીડિયો: ચૂંટણીનાં પરીણામોએ ગુજરાતમાં એક નવો રેકોર્ડ સર્જ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન