ઝહીર ખાને પોસ્ટ કરી સાગરિકાની પરેશાની, યુવરાજે આવી રીતે લીધી મજા - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઝહીર ખાને પોસ્ટ કરી સાગરિકાની પરેશાની, યુવરાજે આવી રીતે લીધી મજા

ઝહીર ખાને પોસ્ટ કરી સાગરિકાની પરેશાની, યુવરાજે આવી રીતે લીધી મજા

 | 6:01 pm IST

ક્રિકેટર ઝહીર ખાને પાછલા વર્ષે નવેમ્બરમાં બોલિવૂડ એક્ટ્રસે સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા. બંને વચ્ચે લાંબા સમય સુધી અફેર રહ્યું હતું. જે બાદ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

લગ્ન બાદ ઝહીર ખાને પોતાના ઓફિશિલય ટ્વિટર હેન્ડલ પર પત્ની સાગરિકાની એક ફોટો પોસ્ટ કરી છે. ફોટો પોસ્ટ કરતા જ તે વાઈરલ થવા લાગી. આ ફોટોમાં યુવરાજ સિંહે કમેન્ટ કરીને ધમાલ મચાવી દીધી. યુવરાજની કમેન્ટ જોતા જ લોકો હંસી-હંસીનો લોટપોટ થઈ ગયા.

ઝહીર ખાનની ફોટો પોસ્ટ કરતા જ લોકોની કમેન્ટ્સ આવવાની શરૂ થઈ ગઈ. જોતા જ જોતા ઝહીરની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ થવા લાગી. ઝહીરના સાથી ક્રિકેટર યુવરાજ સિંહે પણ કમેન્ટ કરી. યુવરાજે કમેન્ટ કરતા સાગરિકાની મજાક ઉડાવવાનો પ્રયત્ન કર્યો. યુવરાજે કમેન્ટ કરી લખ્યું કે, ‘અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ.’

Wife sorting My Life !

A post shared by Zaheer Khan (@zaheer_khan34) on

હકીકતમાં ઝહીર ખાને જે તસવીર પોસ્ટ કરી હતી તેમાં સાગરિકા ખૂબ જ પરેશાન દેખાઈ રહી છે. ફોટોમાં સાગરિકાની પરેશાનીનું કારણ પણ દેખાઈ રહ્યું છે. ફોટોમાં નજર આવી રહ્યું છે કે સાગરિકા કપડાના ઢગલાની વચ્ચે બેઠેલી છે.

તસવીરે જોઈને લાગી રહ્યું છે કે કપડાંનો ઢગલો જોઈને તે પરેશાન છે. ઝહીર ખાને આ તસવીરનો પોસ્ટ કરતા લખ્યું છે, મારી પત્ની મારી લાઈફને સોર્ટ કરી રહી છે.

યુવરાજની આ કમેન્ટ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. લોકો યુવરાજના સેન્સ ઓફ હ્યુમરથી ભરેલી કમેન્ટ વાંચીને હંસવાનો રોકી શકતા નથી. હાલમાં યુવરાજની કમેન્ટ પર હજુ સુધી સાગરિકા અથવા ઝહીરે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.