Sahid Afridi helping people, harbhajan singh praised his work
  • Home
  • Corona live
  • મેદાન પર ‘જાની દુશ્મન’ રહેલા આફ્રિદી પર ફિદા થયો ભજ્જી, કારણ જાણી તમે પણ કહેશો ‘વાહ’

મેદાન પર ‘જાની દુશ્મન’ રહેલા આફ્રિદી પર ફિદા થયો ભજ્જી, કારણ જાણી તમે પણ કહેશો ‘વાહ’

 | 4:44 pm IST

હાલ આખી દુનિયા જીવલેણ કોરોના વાયરસથી લડી રહી છે. ભારતમાં પણ આ વાયરસે પગપેસારો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે એટલે કે મંગળવારે દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. એટલે કે આ 21 દિવસ સુધી ઇમરજન્સી સિવાય દેશના નાગરિકોએ ઘરની અંદર રહેવા વિનંતી કરવામાં આવી છે. ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આ કોરોના વાયરસની ગંભીર અસર જોવા મળી રહી છે.

ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે કોરોના વાયરસથી લડવા માટે કરવામાં આવેલ પ્રયાસો માટે પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીના વખાણ કર્યા છે. હરભજને બુધવારે ટ્વીટ કર્યું કે,‘માનવતા માટે ખૂબ જ સારું કામ@SAfirdiOfficial ભગવાન આપણા સૌ પર કૃપા કરે. તમને વધુ શક્તિ મળે…દુનિયાની ભલાઈ માટે પ્રાર્થના કરું છું.’

આપણે જણાવી દઈએ કે શાહિદ આફ્રિદીએ મંગળવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરો સાથે આફ્રિદીએ કેપ્શનમાં લખ્યું હતું કે,‘જરૂરિયાતમંદ લોકોને જંતુનાશક સાબુ, ઉપસાધનો, ખોરાક અને કોરોના વાયરસને રોકવાના ઉપાયો વિશે શીટ આપવાનો આજે ત્રીજો દિવસ હતો. લોકોને ઘરે જ રહેવાની સલાહ પણ આપી. દરેકની સાથે મળીને કામ કરો અને અન્યને પણ મદદ કરવા દો.’

મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો મંગળવારે 900ને પાર પહોંચ્યો છે. પાકિસ્તાનનું સિંધ સૂબા આ વાયરસથી સૌથી વધારે પ્રભાવિત થયું છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદના કોટ વિસ્તારમાં લોકડાઉનને સમર્થન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન