sahil khan birthday special and his luxury life after leave bollywood
  • Home
  • Photo Gallery
  • PHOTOS: બોલિવૂડથી ગુમ થઈને આ કામ કરી કરોડો કમાયા, ટાઈગર શ્રોફની માતા સાથે અફેરની વાતો

PHOTOS: બોલિવૂડથી ગુમ થઈને આ કામ કરી કરોડો કમાયા, ટાઈગર શ્રોફની માતા સાથે અફેરની વાતો

 | 3:39 pm IST

અભિનેતા સાહિલ ખાને ‘સ્ટાઇલ’ અને ‘એક્સક્યૂઝ મી’ ફિલ્મથી ઘણી ખ્યાતિ મેળવી હતી. તેમની સાથે આ ફિલ્મમાં શરમન જોશી મુખ્ય ભૂમિકામાં હતો. શરમન જોશી અને સાહિલ ખાનના જોરદાર અભિનયથી આ ફિલ્મ હિટ બની હતી. તે ફિલ્મ પછી શરમન તેની કારકિર્દી બનાવવા માટે આગળ વધ્યો પણ સાહિલ ખાન પાછળ રહી ગયો. 5 નવેમ્બર 1976ના રોજ જન્મેલો સાહિલ ખાન આજે તેનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

સાહિલે બોલિવૂડમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ બાદમાં તે ગાયબ થઈ ગયો. સાહિલ ખાને ફિલ્મ ‘સ્ટાઈલ’ પછી ‘રામા: ધ સેવિયર’, ‘ડબલ ક્રોસ’ અને ‘અલાદિન’ જેવી ઘણી ફિલ્મો કરી હતી. પરંતુ ખરાબ વાર્તાને કારણે આ ફિલ્મો બોક્સ-ઓફિસ પર ટકી ન શકી અને બાદમાં તેને કામ મળવાનું જ બંધ થઈ ગયું.

કામ ન મળવાના લીધે સાહિલે એક જીમ ખોલ્યું. તેને આ ધંધાનો ઘણો ફાયદો થયો. આ પછી તે સતત તેની નવી નવી શાખા ખોલી રહ્યો છે. સાહિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેના લાખો ફોલોવર છે. સાહિલ ખાને વર્ષ 2004માં બોલિવૂડ એક્ટ્રેસ નિગાર ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ હવે બંને અલગ થઈ ગયા છે.

2014માં ટાઇગર શ્રોફની માતા આયશા અને સાહિલ ખાનના અફેરના અહેવાલો સામે આવ્યા હતા. આયશાએ સાહિલ પર પૈસા પડાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. સીડીઆર કેસમાં તેનું નામ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આયશાએ ગેરકાયદેસર રીતે સાહિલ ખાનની કોલ ડિટેઇલ બહાર કઢાવી અને વકીલ રિઝવાન સિદ્દીકીને સોંપી દીધી હતી.

સાહિલે એક વીડિયો બહાર પાડ્યો હતો અને કહ્યું હતું કે ‘આયશાએ જે કર્યું છે તે મોટો ગુનો છે. આ બધે ચાલી રહ્યું છે. ઘણા બધા લોકો મને ફોન કરે છે. આ વાતને ચાર વર્ષ થયા છે. હું આ બધાથી આગળ વધી ગયો છું. મેં એમને માફ કરી દીધી છે. મને ખબર નથી કે આ પાછળ તેનો હેતુ શું હતો. હવે પોલીસ તપાસ કરશે ત્યારે જ તે જાણવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન