saif-ali-khan-and-kareena-kapoor-anniversary-6-year-party-celebration-with-taimur
  • Home
  • Featured
  • કરીના સૈફના લગ્નને 6 વર્ષ પુરા થતાં ફેમિલી સાથે કર્યુ સેલિબ્રેશન, Photos

કરીના સૈફના લગ્નને 6 વર્ષ પુરા થતાં ફેમિલી સાથે કર્યુ સેલિબ્રેશન, Photos

 | 7:10 pm IST

 

કરીના કપૂર અને સૈફ અલી ખાન બોલીવુડમાં સૌથી પોપ્યુલર કપલમાંનુ એક છે. બંને પહેલી મુલાકાત બાદ એક બીજાને ખૂબજ પસંદ કરે છે. પોતાના સંબંધને નવુ નામ આપતા બંને એ 2012માં લગ્ન કર્યા હતા. આ સંબંધને આજે 6 વર્ષ થઈ ચુક્યા છે.

કરીના અને સૈફઅલી ખાને આ ખાસ દિવસને એટલેકે તેમની એનિવર્સરી પર ફેમિલી સાથે ઉજવણી કરી હતા. સોશિયલ મીડિયા પર તૈમૂર સાથે કરીના સૈફનો એક ફોટો વાયરલ થયો છેઆ ખાસ મોકા પર કરિશ્માએ કરીના અને સૈફને સોશિયલ મીડિયા પર લખ્યુ કે બધાઈ હો મેરી ડાર્લિગ બેબો અને સૈફૂ.

આપને જણાવીએકે આ બંને સ્ટાર્સએ 2007માં એક બીજાને ડેટ કરી રહ્યા હતા. પોતાના આ સંબંધને 2012માં શરૂ કર્યો હતો જ્યારે એજન્ટ વિનોદ ફિલ્મ રિલીઝ થઇ બંનેએ જાહેરમાં આ સંબંધને કબૂલ્યો હતો. વિવાહ સૂત્રમાં બંધાયા હતા. બંનેએ પાંચ વર્ષના અફેર પછી 16 ઓક્ટોબરે કોર્ટમાં લગ્ન કર્યા હતા.

કરીનાના લગ્ન ખુબજ સાદગીથી થયા હતા.ખુબજ નજીકના લોકો આ લગ્નમાં જોડાયા હતા. લગ્ન બાદ કરીનાએ પોતાનું નામ કરીના કપુર ખાન કર્યુ હતુ. હાલતો કરીના સૈફ કરતા પણ તૈમૂર સોશિયલ મીડિયામાં ચર્ચામાં છવાયેલો રહે છે.