'સાવકી દીકરી' સારાને લઇ સૈફ સાથે ઝઘડી કરીના, જાણો શું છે મામલો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘સાવકી દીકરી’ સારાને લઇ સૈફ સાથે ઝઘડી કરીના, જાણો શું છે મામલો

‘સાવકી દીકરી’ સારાને લઇ સૈફ સાથે ઝઘડી કરીના, જાણો શું છે મામલો

 | 12:41 pm IST

અભિનેતા સૈફ અલી ખાનની દીકરીનાં ડેબ્યૂને લઇ લાંબા સમયથી ચર્ચા થઇ રહી છે અને કહેવામાં આવી રહ્યુ છે કે સારા કરણ જોહરનાં બેનર હેઠળ બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. પરંતુ લાગી રહ્યુ છે કે, સારાનું કરિયર સૈફ અને તેની પત્ની કરીના વચ્ચે વિવાદનું કારણ બની ગયુ છે. એક ખબર અનુસાર, સારાનાં ડેબ્યૂ અને કરિયરને લઇને સૈફ અને કરીના વચ્ચે મતભેદ ચાલી રહ્યો છે. ખરેખર કરીનાની ઇચ્છા છે કે, સારા કરણ જોહરની ફિલ્મથી ડેબ્યૂ કરે, કારણ કે તે જોઇ રહી છે કે, કરણ જોહર આલિયાને પોતાના બેનર હેઠળ લોંચ કર્યા બાદ તેને ફિલ્મોમાં કામ આપાવવા અને તેનું કરિયર સારૂ કરવામાં ખુબ મદદ કરી રહ્યો છે. માત્ર આટલુ જ નહી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં બાકીનાં નિર્દેશકો અને પ્રોડ્યૂસરોની ફિલ્મો પણ આલિયાને અપાવે છે. માટે કરીનાની ઇચ્છા છે કે, સારાનાં કરિયર માટે કરણ જોહરનો સાથ જરૂરી છે.

જ્યારે સૈફ દીકરી સારાનાં કરિયરમાં કરણ જોહરની દરમિયાનગીરી જરા પણ ઇચ્છતો નથી. સૈફનું કહેવુ છે કે, આલિયાને ફિલ્મોમાં લોંચ કર્યા બાદ કરણ જોહર તેની સાથે વધારે પડતો હસ્તક્ષેપ કરી રહ્યો છે અને તે નથી ઇચ્છતો કે, આવું જ કંઇ તેની દીકરી સારા સાથે થાય. સૈફ ઇચ્છે છે કે, સારા સંપૂર્ણ આઝાદી સાથે પોતાના કરિયરની શરૂઆત કરે અને આઝાદી સાથે જીવન જીવે.

SARA

જો કે, સૈફનાં આ વિચાર કરીનાને જરા પણ પસંદ નથી આવી રહ્યા. આ જ કારણે બંન્ને વચ્ચે તણાવ વધી ગયો છે. પરંતુ હવો જોવાનું એ રહેશે કે, સારાનું બોલિવૂડમાં ડેબ્યૂ કઇ ફિલ્મ અને કોના બેનર હેઠળ થાય છે. તમને જણાવી દઇએ કે, સૈફની દીકરી સારા અને શ્રીદેવીની દીકરી જાહ્નવીનાં ડેબ્યૂની ચર્ચા એકસાથે શરૂ થઇ હતી. નોંધનિય છે કે, સારા અલી ખાન સૈફ અને અમૃતા સિંહની દીકરી છે જ્યારે કરીના કપૂર સારાની સાવકી મા છે.