Video: તૈમૂરનો ફોટો પાડવાથી ગુસ્સે થયો સૈફ, કરીના સાથે લંડનમાં માણી રહ્યા છે હોલીડે - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Video: તૈમૂરનો ફોટો પાડવાથી ગુસ્સે થયો સૈફ, કરીના સાથે લંડનમાં માણી રહ્યા છે હોલીડે

Video: તૈમૂરનો ફોટો પાડવાથી ગુસ્સે થયો સૈફ, કરીના સાથે લંડનમાં માણી રહ્યા છે હોલીડે

 | 1:30 pm IST

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન પોતાના દીકરા તૈમૂર અલી ખાન સાથે લંડનમાં રજાઓનો આનંદ લઈ રહ્યા છે. તેમના આ વેકેશનના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યા છે. લંડનમાં પણ તેમના ચાહકોની કોઈ અછત નથી અને લોકો જેવા જોવે છે તેવા ફોટોઝ પાડવા લાગે છે.

આ વાત સૈફને નથી ગમતી કે કોઈ તેમના ફોટો પાડે અને સોશિયલ મીડિયા પર શેર કરે. ત્રણેયનો એક લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર શેર થયો છે, જેમાં સૈફ ફોટો લેવા માટે ના પાડતો જોવા મળે છે.

તેમનો એક લેટેસ્ટ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ તૈમૂરને લઈને લંડનના રસ્તાઓ પર ફરતા જોવા મળે છે.

લંડન જતા પહેલા સૈફ અને કરીનાએ મુંબઈમાં એક એડ શૂટ કરી હતી. આ શૂટના ફોટા પણ વાયરલ થઇ હય છે. આ એડની શૂટિંગ લંડનમાં પણ થઇ છે.

મિસ ઇન્ડિયા દ્વારા પરફોર્મ કરવા માટે કરીના બે દિવસ માટે ભારત આવી છે. બે દિવસ પછી તેઓ પાછી લંડન જશે. જૂન મહિનાના અંતમાં કરીના, સૈફ અને તૈમૂર મુંબઈ પરત ફરશે.