સૈફ અલી ખાનની સતત ચોથી ફિલ્મ કાલાકાંડી ફ્લોપ થઈ   – Sandesh
NIFTY 10,378.40 +0.00  |  SENSEX 33,774.66 +0.00  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સૈફ અલી ખાનની સતત ચોથી ફિલ્મ કાલાકાંડી ફ્લોપ થઈ  

સૈફ અલી ખાનની સતત ચોથી ફિલ્મ કાલાકાંડી ફ્લોપ થઈ  

 | 4:01 am IST

અભિનેતા સૈફ અલી ખાનનો પ્રોફેશનલ તરીકે ખૂબ જ મુશ્કેલ સમય જઇ રહ્યો હોય તેમ જણાય છે. સૈફ અભિનીત સતત ચોથી ફિલ્મ કાલાકાંડી બોકસ ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે નિષ્ફળ ગઇ છે. સૈફના પર્ફોર્મન્સની ફિલ્મમાં ખૂબ જ પ્રશંસા થાય. કમાણીના મામલે ફિલ્મે ત્રણ દિવસમાં માત્ર ત્રણ કરોડ રૂપિયા જ ભેગા કર્યા છે. ફિલ્મ શેફ, રંગૂન અને ફેન્ટમ બાદ સૈફ અભિનીત ચોથી ફિલ્મ કાલાકાંડી નિષ્ફળ પુરવાર થઇ છે. સૈફનો હીરો તરીકેનો ચાર્મ હવે ઓસરવા માંડ્યો હોવાની ચર્ચા બી ટાઉનમાં ચાલી રહી છે. શુક્રવારે ફિલ્મ કાલાકાંડીએ ૧.૨૫ કરોડ તો શનિવારે ૧.૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.