saif ali khan earned back pataudi palace with his money
  • Home
  • Entertainment
  • Bollywood
  • પિતાનું જ પટૌડી પેલેસ ખરીદવા સૈફને અઢળક રૂપિયા આપવા પડ્યાં, થઈ ગયો’તો કંગાળ!

પિતાનું જ પટૌડી પેલેસ ખરીદવા સૈફને અઢળક રૂપિયા આપવા પડ્યાં, થઈ ગયો’તો કંગાળ!

 | 2:38 pm IST

ધનવાન પરિવારમાંથી આવનાર અભિનેતા સૈફ અલી ખાન હાલમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે અને અવાર નવાર તેની તસવીરો પણ સામે આવતી હોય છે. પટૌડી હાઉસ સાથે સૈફને ઘણો લગાવ છે. પરંતુ સૈફને આ પટૌડી હાઉસ પોતાનું કરવા માટે ઘણી તકલીફ પડી હતી. ત્યા સુધી કે ફિલ્મોની કમાણી પણ એમાં લગાવી દેવી પડી હતી.

સૈફએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે, જ્યારે મારા પિતા મંસુર અલી ખાન પટૌડીનું નિધન થયું ત્યારે નીરમન હોટલને તે ભાડે આપેલું હતું. અમન અને ફ્રેંસિક તેને ચલાવતા હતા. ત્યાદબાદ ફ્રેંસિકનું મોત થયું. તેણે મને કહ્યું હતું કે, જ્યારે પેલેસ જોઈએ ત્યારે મને જણાવજો. પછી મે કહ્યું કે હવે મારે ઘર જોઈએ છે.

સૈફે આગળ વાત કરી કે, ત્યારબાદ એક કોન્ફરન્સ થઈ અને તે લોકોએ મને હા કહીં દીધું. પરંતુ સાથે તેણે એમ પણ કહ્યું કે તમારે ઘણા પૈસા આપવા પડશે. તો સૈફે ફિલ્મોની જે કંઈ કમાણી હતી તે બધી ઘર માટે ખર્ચી નાથી અને પટૌડી હાઉસ પોતાનું કરી લીધું. સૈફે જણાવ્યું કે, ત્યાં હિસ્ટ્રી છે, ખુબસુરત ફોટોગ્રાફી છે અને ત્યાં કેટલીક જમીન પણ છે. પરંતુ આ બધું વિરાસત નથી.

તેના બાળપણની યાદો વિશે સૈફે જણાવ્યું કે, હું ત્યાં જન્મયો હતો પણ મારૂં પાલન પોષણ બોમ્બેમાં થયું. મારા પિતા મારી માતા સાથે ફ્લેટમાં રહેતા હતા. જ્યારે હું 4 કે 5 વર્ષનો હતો ત્યારે પિતાની છેલ્લી સિરીઝ હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે તૈમુરનો જન્મદિવસ હોય કે પછી કોઈ તહેવાર હોય પટૌડી હાઉસ એકદમ દુલ્હનની જેમ સજેધજે છે.

આ વીડિયો પણ જુઓ: ‘મહા’ વાવાઝોડાને લઈ દીવ કલેક્ટરે યોજી પત્રકાર પરિષદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન