Saif Ali Khan married Kareena on the advice of Rani Mukherjee
  • Home
  • Entertainment
  • Bollywood
  • ખુલાસો: આ અભિનેત્રીની એક સલાહથી સૈફ અલી ખાને કરીના સાથે કરી લીધા લગ્ન

ખુલાસો: આ અભિનેત્રીની એક સલાહથી સૈફ અલી ખાને કરીના સાથે કરી લીધા લગ્ન

 | 2:38 pm IST

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂરની લવ સ્ટોરી વિશે તો તમામ લોકો જાણે છે. બંન્નેની જોડી પ્રશંસકોને ખુબ જ પસંદ છે. લગ્ન બાદથી જ બંન્નેની જોડીને પ્રશંસકોનો ખુબ પ્રેમ મળ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે, આ બંન્નેને મળાવા માટે ક્યૂપિડનું કામ કોણે કર્યું હતું? નહી જાણતા હોવ, આ વાતનો ખુલાસો સૈફ અલી ખાને પોતે કર્યો છે.

ખરેખ સૈફ કરીનાને જ્યારે ડેટ કરી રહ્યો હતો. ત્યારે તે ખુબ જ ડરેલો હતો. તેનું કહેવું હતું કે, તે આ પહેલા ક્યારેય કોઇ વર્કિંગ લેડી (અભિનેત્રી) સાથે ડેટ પર ગયો ન હતો. તેમને ખ્યાલ ન હતો કે, તે તેને કેવી રીટે ટ્રીટ કરશે. આ દરમિયાન સૈફ અને કરીનાની લવ સ્ટોરીમાં ક્યૂપિડનું કામ કર્યું સૈફની એક દોસ્તે. સૈફની આ દોસ્ત કોઇ બીજૂ નહી પરંતુ અભિનેત્રી રાણી મુખરજી છે.

જી હાં, રાણી મુખરજી જ એ વ્યક્તિ છે જેણે સૈફના ડરને જાણી તેને એવી સલાહ આપી કે, તેણે કરીનાને ડેટ કર્યા બાદ તેની સાથે લગ્ન પણ કરી લીધા. તાજેતરમાં જ અભિનેતા સૈફ અલી ખાન કરીના કપૂરના રેડિયો શો ‘વોટ વુમન વોન્ટ’માં નજર આવ્યો હતો. જ્યાં સૈફે આ રાજનો ખુલાસો કર્યો. કરીનાનાં સવાલોના જવાબ આપતા સૈફે કહ્યું,’મને યાદ છે જ્યારે આપણે એક-બીજાને ડેટ કરી રહ્યા હતા, ત્યારે રાણીએ મને એક સલાહ આપી હતી. કારણ કે આ પહેલા હું ક્યારેય ઇન્ડસ્ટ્રીમાં કોઇ વર્કિંગ વુમન સાથે સંબંધમાં આવ્યો ન હતો.’

તેણે કહ્યું હતું,’એવું સમજ કે તિં એક પુરૂષ સાથે સંબંધમાં છે. અસલમાં રાણી મુખરજીનો કહેવાનો મતલબ હતો કે, પોતાના સંબંધમાં મહિલા પુરૂષના અંતરને ના સમજ. એવું સમજ કે, તારા ઘરમાં એક સાથે બે સુપર હિરો છે અને ઘરમાં કોઇ તકલીફ નથી અને મને લાગે છે કે તે તદ્દન સાચી હતી.’

નોંધનિય છે કે, આ કરીનાનાં શોની બીજી સીઝન છે. કરિના પોતાના રેડિયો શોમાં મહિલાઓ શું ઇચ્છે છે તે વિશે વાત કરે છે. શોમાં આ પહેલા ગણા મહેમાનો નજર આવી ચૂક્યા છે. જેમા લવ આજ કલ ફેમ અભિનેતા કાર્તિક આર્યન અને સારા અલી ખાન પણ સામેલ છે. આ સિવાય મલાઇકા અરોરા, કરિશ્મા કપૂર, શર્મિલા ટૈગોર પણ આ શોમાં કરીનાનાં સવાલોનો સામનો કરી ચૂક્યા છે.

આ વીડિયો પણ જુઓ : સુરતમાં નવી સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન