Saif Ali Khan Saara Special Bond, Very Beautiful These Photos
  • Home
  • Featured
  • ક્યારેય નહીં જોઇ હોય સારા અલી ખાનની પિતા સૈફ સાથેની આ તસવીરો, થઇ રહી છે વાયરલ

ક્યારેય નહીં જોઇ હોય સારા અલી ખાનની પિતા સૈફ સાથેની આ તસવીરો, થઇ રહી છે વાયરલ

 | 2:24 pm IST


ફાધર્સ ડે પર અભિનેત્રી સારા અલી ખાને પપ્પા સૈફ અલી ખાન સાથે બાળપણની કેટલીક ક્યૂટ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સારાની આ તસવીરો જોઇ તમને પણ ગમી જશે. આ તસવીરોમાં નાનકડી સારા તેના ભાઇ તૈમુરની જેમ સુંદર લાગે છે. પપ્પા સૈફને કિસ કરતી સારાની તસ્વીર સરસ છે.

ક્યારેક પપ્પા સૈફના ખભા પર તો ક્યારેક પપ્પા સાથે રમતા ફોટોમાં સારા આલી ખાન ક્યૂટ લાગી રહી છે. માથા પર મોટો ચાંદલો અને હાથમાં બંગડીઓ, સારાની આ તસવીરોથી તેના બાળપણના શોખ નજરે પડે છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં સારાએ લખ્યુ છે. હંમેશા મારી સાથે રહેવા માટે આભાર, મારી રજાઓમાં મારા પાર્ટનર હોવા માટે, મને ભણાવવા માટે, મને પહેલો વરસાદ અને બરફ બતાવવા માટે, મને શીખવાડવા માટે સ્પેગેટી કેવી રીતે ખાવી અને હંમેશા સંયમ રાખવા માટે. પ્રેમ અને દયા!.

સારા અલી ખાનનો ફોટોજેનિક ચહેરો અને બ્લેક એન્ડ વ્હાઇટ કલર કોન્ટ્રાસ્ટ ફોટો વધારે સુંદર લાગી રહ્યા છે. સારાની આ દરેક તસવીરોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન