કરીના અને સૈફે તૈમૂરના ભવિષ્ય માટે લીધો મોટો નિર્ણય, થઈ જશે મમ્મી-પપ્પાથી દૂર - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • કરીના અને સૈફે તૈમૂરના ભવિષ્ય માટે લીધો મોટો નિર્ણય, થઈ જશે મમ્મી-પપ્પાથી દૂર

કરીના અને સૈફે તૈમૂરના ભવિષ્ય માટે લીધો મોટો નિર્ણય, થઈ જશે મમ્મી-પપ્પાથી દૂર

 | 10:08 am IST

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો હંમેશા જ ચર્ચાનો વિષય બન્યા છે. સ્ટાર કિડમાં તે હાલ સૌથી વધુ તૈમૂર જ લાઈમલાઈટમાં રહે છે. આ કારણ છે કે, સૈફ અને કરીનાએ નક્કી કર્યું છએ કે, સમય આવ્યા પર તેને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દેવામાં આવશે.

સૈફે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આ વાત સ્વીકારી કે, કરીના અને તેમણે નિર્ણય લીધો છે કે, જ્યાર તૈમૂરના અભ્યાસનો સમય આવશે, ત્યારે તેને લાઈમલાઈટ અને એટેન્શનથી દૂર કરી દઈશું. તૈમૂરને પોતાનાથી દૂર બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દેવામાં આવશે. સૈફ કહે છે કે, હું ખુદ દંગ રહી ગયો છું કે, તૈમૂર માટે સોશિયલ મીડિયા પર કેટલા બધા ફેન્સ પેજ બની ગયા છે. કેટલાય લોકો તૈમૂરની તસવીરો વાઈરલ કરી દે છે. સૈફે જણાવ્યું કે, તે તૈમૂરને ઈંગ્લેન્ડની બોર્ડિંગ સ્કૂલમાં મોકલવાનું નક્કી કરી ચૂક્યા છે. તેમના પરિવારમાં મોટાભાગના લોકો ત્યા જ અભ્યાસ માટે જાય છે. સૈફે કહ્યું કે, કરીના એક સારી માતા છે, અને તેથી જ અમે બંને ઈચ્છીએ છીએ કે, તૈમૂરની લાઈફ બગડવી ન જોઈએ.