‘Tanhaji is not what history was,’ Saif on ‘politics’ over Ajay Devgn film
  • Home
  • Entertainment
  • Bollywood
  • સૈફ અલી ખાને ‘તાન્હાજી’ને લઈ કર્યો ધમાકો, કહ્યું-ફિલ્મમાં હિન્દુ ઈતિહાસ સાથે મોટી છેડછાડ કરી!

સૈફ અલી ખાને ‘તાન્હાજી’ને લઈ કર્યો ધમાકો, કહ્યું-ફિલ્મમાં હિન્દુ ઈતિહાસ સાથે મોટી છેડછાડ કરી!

 | 10:53 am IST

હાલમાં જ અજય દેવગણ અને સૈફ અલી ખાનની ફિલ્મ તાન્હાજી સિનેમાઘરોમાં રીલિઝ થઈ. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડો પણ તોડ્યા. પરંતુ હવે સૈફ અલી ખાને એક ચોંકાવનારુ જ નિવેદન આપ્યું છે. જે સાંભળીને બધા હેરાન રહી ગયા. સૈફનું કહેવું છે કે, ઉદયભાન રાઠોડનો કિરદાર નિભાવવાની તેને ખુબ જ મજા આવી. પરંતુ આ પાત્ર સાથે રાજનૈતિક બદલાવ કરવામાં આવ્યા છે કે, જે ઘણા જ ખતરનાક છે.

સૈફે કહ્યું કે, કેટલાક કારણોસર હું સ્ટેન્ડ ન લઈ શક્યો, કદાચ આગલી વખતે હું આવું કરીશ. હું આ કિરદારને લઈ ઘણો ઉત્સાહિત હતો કારણ કે મને આ પાત્ર પ્રત્યે આકર્ષણ જ ગજબનું હતું. પરંતુ આ કોઈ ઈતિહાસ નથી. ઈતિહાસ શું છે એ હું બખુબી જાણું છું.

આ ફિલ્મમાં મુગલોને વિદેશી બતાવવામાં આવ્યા છે. મુગલો ભારતીય પેઢીઓથી રહ્યા છે, છતાં તેને પુરી રીતે વિદેશી બતાવવામાં આવ્યા છે. મુગલ-એ-આજમ (1960)માં અકબરને ભારતીયની જેમ બતાવવામાં આવ્યો છે. જોધા અકબર (2008)માં અકબરને ઐતિહાસિક તથ્યથી બિલકુલ વિરુદ્ધ બતાવવામાં આવ્યો છે.

સૈફે આગળ વાત કરતાં કહ્યું કે, મારુ માનવું છે કે, ભારતી અવધારણા અંગ્રેજોએ આપી અને કદાચ એ પહેલા નહોતી. આ ફિલ્મમાં કોઈ ઐતિહાસિક તથ્ય નથી. આપણે આ જોઈને કોઈ જ તર્ક ન આપી શકીએ. આ સારિ સ્થિતિ નથી પરંતુ સચ્ચાઈ તો આ જ છે કે, કલાકાર ઉદારવાદી વિચારની વકાલત કરે છે, તે લોકપ્રિયતાવાદથી ઉપર નથી જતાં. સૈફે આ વાત સ્વીકારી કે, તાન્હાજીમાં ઈતિહાસની ખોટી વ્યાખ્યા કરવામાં આવી છે.

ફિલ્મની શરૂઆતમાં જ નૈરેટર દાવો કરે છે કે, હિન્દુ રાજપુતની વિરુદ્ધમાં હિન્દુ મરાઠાની લડાઈ એ ઔરંગજેબ માટે સૌથી મોટો દગો હતો. પરંતુ ઐતિહાસિક તથ્ય એવું છે કે, મુગલોની મનસબદારીમાં રાજપુતોની પણ નિર્ણાયક ભાગીદરી હતી. પરંતુ ફિલ્મની લાઈનો સાફ સાફ કહે છે કે, તેને શું બતાવવું છે. આ રીતે ઈતિહાસમાં હિન્દુઓની વાત પણ ખોટી બતાવવામાં આવી છે. ફિલ્મમાં મરાઠાની રાજનૈતિક મહત્વકાંક્ષાને વધારે કિમંતી બતાવવામાં આવી છે. જ્યારે એની સાપેક્ષમાં મુગલો અમે રાજપુતોની મહત્વકાંક્ષાને ખુબ જ સરલીકરણ કરી નાખ્યું. સૈફ અલી ખાનના રોલ ઉદયભાન રાઠોરને નેગેટિગ બતાવવામાં આવ્યો છે, કારણ કે તેને ઔરંગઝેબનો વફાદાર માણસ બતાવ્યો છે.

આ વીડિયો પણ જુઓ: જૂનાગઢના રંગપુરમાં સરપંચના પરિજનની દાદાગીરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન