ચિલ્ડ્રન્સ ડે પર તૈમૂરને મળી સૌથી મોટી અને ખાસ ગિફ્ટ, પિતાએ આપ્યું કંઈક એવું - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ચિલ્ડ્રન્સ ડે પર તૈમૂરને મળી સૌથી મોટી અને ખાસ ગિફ્ટ, પિતાએ આપ્યું કંઈક એવું

ચિલ્ડ્રન્સ ડે પર તૈમૂરને મળી સૌથી મોટી અને ખાસ ગિફ્ટ, પિતાએ આપ્યું કંઈક એવું

 | 2:27 pm IST

નવાબોના શોખ વિશે આપણે ફક્ત વાંચ્યું છે અને જાણ્યુ છે. પરંતુ આજના જમાનાના નવાબ સૈફ અલી ખાને તે સાબિત કરી દીધું. જેણે 14 નવેમ્બર એટલે કે ચિલ્ડ્રન્સ ડેના પ્રસંગે પોતાના 11 મહિનાના દીકરાને આલિશાન કાર ગિફ્ટ કરી છે. બી-ટાઉનના સૌથી પોપ્યુલર કહેવાતા સ્ટાર કિડ્સમાં સામેલ છે તૈમૂર અલી ખાન. જે અત્યાર સુધી પ્લાસ્ટિકની કારથી રમતો હતો, પણ હવે તેની પોતાની એક કાર આવી ગઈ છે. તેના પિતાએ તેને બાળ દિવસ પર એટલી મોઁઘી ગિફ્ટ કરી છે, કે તેની કિંમત જાણીને તમે દંગ રહી જશો.

સોમવારે નવાબ સૈફ અલી ખાને લાલ રંગની એક એસઆરટી ગાડી ખરીદી, જેની કિંમદ 1.30 કરોડ હોવાનું કહેવાય છે. શો રૂમમાં ગાડી ખરીદવા પહોંચેલા સૈફે મીડિયાને જણાવ્યું કે, તે આ ગાડી તૈમૂરને ગિફ્ટ કરવા માંગે છે.

સૈફે જણાવ્યું કે, આ કારની બેકસીટ પર બેબી સીટ છે. આવામાં તે તૈમૂરને સૌથી પહેલા ડ્રાઈવ પર લઈ જવા માગે છે. સૈફે કહ્યું કે, ચિલ્ડ્રન્સ ડે પર આ બાબત બહુ જ ખાસ રહેશે. આવામાં કદાચ તૈમૂરને હું ગાડી ગિફ્ટ કરી શકું. તૈમૂરને આ ગાડીનો રંગ બહુ જ પસંદ આવશે.