સૈફ નથી ઇચ્છતો કે ઇનાયા અને તૈમૂર પાસે પાસે રહે - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • સૈફ નથી ઇચ્છતો કે ઇનાયા અને તૈમૂર પાસે પાસે રહે

સૈફ નથી ઇચ્છતો કે ઇનાયા અને તૈમૂર પાસે પાસે રહે

 | 4:08 am IST

સૈફ નથી ઇચ્છતો કે ઇનાયા અને તૈમૂર પાસે પાસે રહે

વેલ સૈફ અલી ખાનનો દીકરો તૈમૂર હવે એક વર્ષનો થઇ ચૂક્યો છે, અને તેની ફોઇ સોહા અલી ખાન પણ એક સુંદર દીકરીની માતા બની ચૂકી છે. સોહા કહે છે કે સૈફ અને મારા વચ્ચે આઠ વર્ષનો તફાવત છે, છતાં ભાઇ સાથેના મારા બોન્ડિંગ ઘણા સારા છે, અને હું ઇચ્છું છું કે મારી દીકરી ઇનાયા અને તૈમૂર પણ કઝીનની જેમ નહીં પણ સગાં ભાઇ-બહેનની માફક જ રહે, કારણ કે ઇનાયા અને તૈમૂર વચ્ચે માત્ર અમુક મહિનાનો જ ગેપ છે, જેથી મોટા થઇને આ બંનેને એકબીજામાં સારી કંપની, મિત્રો અને ભાઇ-બહેન મળી રહે. પરંતુ હાલના સમયે તકલીફ એ છે કે તૈમૂર હવે એક વર્ષનો થઇ ગયો હોવાથી તે બધી જ વસ્તુ હાથમાં પકડી લે છે, અને તેને હાથમાં પકડેલી વસ્તુઓનો ઘા કરવાની પણ ખૂબ મજા આવે છે, આ તેની ફેવરિટ રમત છે, તેથી ભાઇ જ્યારે પણ અમારા ઘરે આવે ત્યારે ઇનાયાને લઇને તે ઘણાં જ ચિંતિત રહે છે, ઇનાયા હજી નાની છે, તેથી તૈમૂર જ્યારે પણ તેને જુએ ત્યારે તેના ગાલ ખેંચવા લાગે છે. વળી કરીના અને સૈફને એ વાતનો પણ ભય રહે છે કે કદાચ તૈમૂર તેના હાથમાં આવેલી કોઇપણ વસ્તુનો ઇનાયા ઉપર ઘા કરશે તો? આ કારણે હાલ ભાઇ તૈમૂરને ઇનાયાથી દૂર રાખે છે.