saif said I am not 25 years old, we have to move on now!
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • હું કંઈ 25 વર્ષનો નથી, આપણે હવે આગળ વધવું જોઈશે!

હું કંઈ 25 વર્ષનો નથી, આપણે હવે આગળ વધવું જોઈશે!

 | 4:01 pm IST
  • Share

હિન્દી ફિલ્મોમાં બતાવે છે કે હીરો-હિરોઈન માની જાય અને પ્રેમનો એકરાર કરી લે એ પછી જ સમસ્યાઓ આરંભાય છે. પરિવારને મનાવવો, સમાજની ચિંતા કરવી વગેરે વગેરે વાતો પછીથી જ માથું ઊંચકે છે.

કરીના અને સૈફની પ્રેમકહાણીમાં પણ એ બધા પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગયા. કરીનાએ સૌથી પહેલાં આ વાત પોતાની સૌથી મોટી બહેનપણી કરિશ્મા કપૂરને કહી. કરિશ્મા આઘાત પામી ગઈ. વ્હોટ? સૈફ? કૈસે? તુઝે પતા હૈ ન?

ખાસ્સો સમય બંને બહેનો વચ્ચે જાતજાતની દલીલો ચાલી. આખરે કરીનાએ કહ્યું, અમે બધું જ વિચારીને એના ઉકેલ શોધી લીધા છે. લોલો! મારે એ જાણવું છે કે મારા આ નિર્ણયમાં તું મારી સાથે છે કે નહીં!

કરિશ્માએ આ પ્રસંગને યાદ કરી એક ચેનલને કહ્યું હતું. ખાસ્સી દલીલો કર્યા પછી મને ખ્યાલ આવ્યો કે બેબો (કરીના) હંમેશાં લાગણીથી દોરવાઈને નિર્ણયો લે છે. એ ઘણી વખત મને નથી ગમતું, પરંતુ એક વાત મારે માનવી પડે એમ હતી કે એનો કોઈ નિર્ણય ખોટો નહોતો પડયો. એના નિર્ણયો હંમેશાં સકારાત્મક અને ડહાપણભર્યા પુરવાર થતા રહ્યા હતા. મેં વિચાર્યું, એનું મન રાખી લઉં અને પ્રાર્થના કરું કે આ વખતે પણ એનો નિર્ણય સાચો પડે! વળી સૈફ મનસુર અલીખાન પટૌડી જેવા નખશિખ સજ્જનનો પુત્ર છે. એટલે એક વાતની મનમાં ખાતરી હતી કે એ બેબોને દુઃખી તો નહીં જ કરે!

એ પછી આ જ પોઈન્ટ ઉપર મેં મારાં માતા-પિતાને મનાવી લીધાં. પરિવારમાં પણ દલીલ થઈ કે સિનેજગતમાંથી વહુઓ આવતી હોય તો જમાઈ શા માટે નહીં!

સૈફ કહે છે, જ્યારે બે અભિનયના કલાકારો રિલેશનશિપમાં હોય તો બંનેના ઈરાદા સ્પષ્ટ રીતે સારા હોવા છતાં એમાં ભારોભાર ચિંતા એ વાતની વણાયેલી જ રહે છે કે શું થશે! કરીનાએ મને કદી એવી અનિર્ણાયક લાગણીનો અણસાર સુધ્ધાં ન આપ્યો. અમને બંનેને અમારા સંબંધોમાં ભારોભાર વિશ્વાસ સિવાય કશું જ વર્તાતું નહોતું. તેથી હું નિરાંતમાં હતો. અને હું તથા કરીના સાથે હોઈએ તો હંમેશાં ખુશ રહેતાં હતાં, બંનેને એકબીજાની કંપનીમાં મઝા આવતી હતી. તેથી મને ખાતરી થઈ કે અમારાં લગ્ન સરળતાથી પાટે ચઢી જશે.

એક દિવસ મેં કરીના કહી દીધું, લુક બેબો, હું ૨૫ વર્ષનો નથી. હું તને રોજ રાત્રે ઘર પાસે ઉતારી જાઉં. આપણે સબંધ આગળ વધારવો પડશે.

જવાબમાં બેબોએ કહ્યું, ઠીક હૈ તો કલ આ જાઓ, મોમ સે મિલ લો.

હું બીજા જ દિવસે બેબોની મોમને મળ્યો, એ મને ઓળખતાં જ હતાં. મેં એમને સીધું કહ્યું, હું મારી બાકીની આખી જિંદગી બેબો સાથે વિતાવવા માગું છું. અમે બંને સાથે રહેવા માગીએ છીએ.

બબીતાજી બે પળ મને ટગર ટગર જોઈ રહ્યાં પછી સ્માઈલ કરીને બોલ્યાં, ‘ઠીક હૈ, શાદી કર લો.’ એ પછી અમારાં લગ્નમાં કોઈ જ ચિંતા ન રહી.

આખરે બંને પક્ષ આ લગ્ન સાદગીથી કરવા સંમત થયા. કરીનાના બાન્દ્રાવાળા ઘેર ૧૬ ઓક્ટોબર, ૨૦૧૨ના દિવસે બંનેએ લગ્ન કરી લીધાં.

આજે એમને તૈમૂર નામે એક દીકરો છે. અને બંને આજે પણ એવાં જ ખુશ તથા એકબીજાના પ્રેમમાં દેખાય છે જેવાં લગ્ન પહેલાં દેખાતાં હતાં.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન