Saina and Srianth Enters Into Malaysia Masters Quarterfinals
  • Home
  • Sports
  • Cricket
  • સાઇના અને શ્રીકાંતનો મલેશિયા માસ્ટર્સ ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ

સાઇના અને શ્રીકાંતનો મલેશિયા માસ્ટર્સ ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ

 | 4:11 pm IST

ભારતના સ્ટાર બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલ અને કિદાંબી શ્રીકાંતે મેત જીતીને મલેશિયા માસ્ટર્સના ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સાઇનાએ મહિલા સિંગલ અને શ્રીકાંતે પુરુષ સિંગલમાં જીત મેળવી છે. ઓલિંપિક મેડલિસ્ટ શટલર સાઇનાએ હૉન્ગ કૉન્ગની પુઇ યિન યિપને ગેમમાં 21-14, 21-16 થી હાર આપી હતી. આ મેચ જીતવા માટે સાઇનાએ જીતવા માટે 39 મિનિટ લીધી હતી.

હવે આગામી સમયમાં સાઇના પહેલા સુપર 500 ટૂર્નામેન્ટમાં જાપાનની નોજોમી ઓકુહારા સાથે મેચ રમશે. દુનિયાની નવમાં નંબરની ખેલાડી સાઇનાનો ઓકુહારા સામે 8-4નો રેકૉર્ડ છે. ગયા વર્ષે સાઇનાએ ડેનમાર્ક ઓપન અને ફ્રેન્ચ ઓપનમાં ઓકુહારાને હરાવી હતી. સાઇના માટે આ મુકાબલો થોટો મજબુત બની શકે છે કારણે કે આ મેચમાં સ્પેનની ચોથા નંબરની ખેલાડી કૈરોલિના મારિન સાથે સાઇનાનો મુકાબલો થઇ શેકે છે.

જ્યારે શ્રીકાંતની વાત કરવામાં આવે તો પુરુષ સિંગલમાં તેણે હૉન્ગ કૉન્ગના વિનસેંટ વિંગને 23-21, 8-21, 21-18 થી માત આપી હતી.