Saina refused to play in the senior badminton championships at Assam
  • Home
  • Sports
  • Other Sports
  • સિનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સાઇનાએ મેચ રમવાનો કર્યો ઇનકાર, કારણ જાણી રહેશો દંગ

સિનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સાઇનાએ મેચ રમવાનો કર્યો ઇનકાર, કારણ જાણી રહેશો દંગ

 | 8:58 am IST

સિનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુરુવારે વર્તમાન ચેમ્પિયન સાઇના નેહવાલે કોર્ટને ખરાબ જોઈ પોતાની સિંગલ્સની મેચ રમવાનો ઇનકાર કરી દેતાં વિવાદ સર્જાયો હતો. સાઇનાની સાથે તેના પતિ પારુપલ્લી કશ્યપ અને બી. સાંઈ પ્રણિથે પણ આ કારણોસર પોતાની મેચ ન રમવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ વિવાદ બાદ બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા (BAI)ના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને તેઓએ સાઇના, પારુપલ્લી કશ્યપ અને સાઈ પ્રણિથને રમવા માટે મનાવી લીધા હતા. નેશનલ સિનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ આસામ બેડમિન્ટન એકેડમીના ત્રણ કોર્ટ પર રમાઈ રહી છે.

સમીર વર્માના પુરુષ સિંગલ્સ મુકાબલા દરમિયાન ઘૂંટણમાં ઈજાને કારણે ખસી ગયો હતો. તે પછી સાઇના નેહવાલે આ કોર્ટ પર પહોંચી હતી. સાઇનાનો મુકાબલો પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં શ્રુતિ મંદાના સામે હતો. પરંતુ તેણે કોર્ટનું નિરીક્ષણ કર્યા બાદ તરત જ સ્પષ્ટ કરી દીધું કે, ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપન આગામી થોડા દિવસોમાં યોજાનાર છે અને આ કોર્ટ પર રમીને તે જોખમ ઉઠાવવા માગતી નથી. બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા (BAI)ના સચિવ ઓમાર રશીદ સહિત અન્ય અધિકારીઓ મામલો ઉકેલવા માટે તરત જ હરકતમાં આવી ગયા હતા. BAIના અધિકારીઓએ સાઇના, પારુપલ્લી કશ્યપ અને પ્રણિથને સાંજના સમયે મુકાબલો રમવા માટે મનાવી લીધા હતા.

આ મામલે સાઇના નેહવાલના પતિ પારુપલ્લી કશ્યપ પણ પુરુષ સિંગલ્સમાં પોતાની પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મેચ રમવા માટે ત્યાં ઉપસ્થિત હતો. તે સાઇનાની સાથે બાજુના કોર્ટનું નિરીક્ષણ કરવા પણ ગયો હતો. પારુપલ્લી કશ્યપે કહ્યું કે, સિંધુની મેચ પૂર્ણ થયા બાદ બે સ્થળે ડેમજ થયું હતું. તેઓ તેને રિપેર કરી રહ્યા હતા.

રશીદે કહ્યું કે, BAI કોર્ટને રિપેર કરશે અને તેઓએ રામ ફૂકન ઇન્ડોર સ્ટેડિયમના સિમેન્ટ કોર્ટ પર પણ વ્યવસ્થા કરી છે. રશીદે કહ્યું કે, કોર્ટ બે સ્થળે અસમાન થઈ ગઈ હતી અને આથી ત્રણ ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યો હતો. અમે આ સમસ્યાનો ઉકેલ કરી રહ્યા છીએ અને ઇન્ડોર સ્ટેડિયમમાં પણ વ્યવસ્થા કરાઈ છે.

સિંધુનો માલવિકા બંસોડ સામે આસાન વિજય

પીવી સિંધુએ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજયી પ્રારંભ કરતાં નાગપુરની માલવિકા બંસોડને સીધા સેટમાં હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સિંધુને સીધો પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ અપાયો હતો. તેણે આ મેચમાં માલવિકાને 21-11, 21-13થી હાર આપી હતી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ અને ઘરેલુ રેન્કિંગમાં ટોચનાં આઠ સ્થાને રહેલા સિંગલ્સ ખેલાડીઓને સીધો પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ અપાયો છે.

માલવિકાએ પ્રથમ સેટમાં 4-૦ની લીડ મેળવી હતી. પરંતુ સિંધુએ ત્યારબાદ વાપસી કરતાં સ્કોર બરાબર કરી દીધો હતો અને બ્રેક સુધી 11-7ની લીડ મેળવી લીધી હતી. તે પછી તેણે જુનિયર ખેલાડીને સતત ભૂલો કરવા મજેબૂર કરી અને 2-11થી પ્રથમ સેટ જીતી લીધો હતો. બીજા સેટમાં સિંધુ શરૂઆતથી હાવી રહેતાં 9-2ની લીડ મેળવી લીધી હતી. સિંધુ બ્રેક સુધી 11-4થી આગળ હતી. તે પછી માલવિકાએ મેચમાં વાપસીનો પ્રયાસ કર્યો પરંતુ તેણે ભૂલો કરતાં સિંધુએ 21-13થી બીજો સેટ જીતી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન