Sajid Khan Accused By His Ex Assistant Director for Harassing Her
  • Home
  • Entertainment
  • Bollywood
  • #MeToo: સાજિદ ખાન પર લાગ્યો આરોપ, તેમની આસિસ્ટન્ટ પાસે માંગતા હતા અશ્લિલ ફૉટો

#MeToo: સાજિદ ખાન પર લાગ્યો આરોપ, તેમની આસિસ્ટન્ટ પાસે માંગતા હતા અશ્લિલ ફૉટો

 | 10:48 am IST

તનુશ્રી દત્તા તરફથી નાના પાટેકર લગાવવામાં આવેલા આરોપો બાદ ભારતમાં #MeTooનાં મુદ્દાએ જોર પકડ્યું છે. અત્યાર સુધી ઘણી મહિલાઓ સામે આવી ચુકી છે. નાના પાટેકર, વિવેક અગ્નિહોત્રી, વિકાસ બહલ, પિયુષ મિશ્રા, આલોક નાથ, રજત કપૂર અને વરૂણ ગ્રોવર જેવા ઘણા મોટા નામો પર આરોપ લાગી ચુક્યા છે. આ અભિયાન અંતર્ગત નાના પાટેકર સહિત 4 લોકો સામે FIR નોંધાઈ છે. નાના પાટેકર અને આલોક નાથને કારણ જણાવો નોટિસ આપવામાં આવી છે. નાના પાટેકરને સિંટાએ તો આલોક નાથને FWICEએ નોટિસ પાઠવી છે.

અશ્લિલ ફૉટો માંગતા હતા સાજિદ ખાન

#MeToo અભિયાનમાં હવે એક વધુ મોટુ નામ સામે આવ્યું છે. ફિલ્મમેકર સાજિદ ખાન પર તેમની એક્સ-અસિસ્ટેંટ ડાયરેક્ટર સલોની ચોપરાએ ગંભીર આરોપ લગાવ્યો છે. સલોનીએ એક પોસ્ટ લખીને પોતાની સાથે થયેલી ઘટના જણાવી છે. સલોનીએ સાજિદ પર હેરસમેન્ટ અને શારીરિક દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે. તેણે જણાવ્યું કે સાજિદ તેની પાસે અશ્લિલ ફૉટો માંગતા હતા. સાજિદની સોશિયલ મીડિયા પર આલોચના થઈ રહી છે.

ઇન્ટરવ્યૂ દરમિયાન પુછ્યાં ‘ગંદા’ પ્રશ્નો

તેણે લખ્યું છે કે, ‘જ્યારે હું 2011માં ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે સાજિદ ખાને એવા પ્રશ્નો કર્યા જે સાંભળીને હું ચોંકી ગઈ હતી. સાજિદે ઇન્ટરવ્યૂમાં પુછ્યુ હતુ કે મને કોઇએ સેક્સુઅલી અબ્યુઝ કરી છે? શું મે બ્રેસ્ટ જૉબ કરાવી છે?’ તેમ છતા તે ત્યાંથી ગઈ નહોતી કારણ કે તેને ઇન્ડસ્ટ્રીમાં જૉબ જોઇતી હતી. તેણે કહ્યું કે, ‘તેઓ મારી પાસે બિકીનીમાં ફૉટો માંગતા હતા અને કહેતા હતા કે મારે જોવુ છે તારામાં અભિનેત્રી જેવી વાત છે કે નહીં.’ આ ઉપરાંત એક અન્ય અભિનેત્રીએ અને ટીવી પત્રકારે પણ સાજિદ ખાન પર આરોપ લગાવ્યો છે.

અન્ય અભિનેત્રી અને મહિલા પત્રકારે પણ લગાવ્યો સાજિદ પર આરોપ

મહિલા પત્રકારે લખ્યું કે, ‘એકવાર હું સાજિદનાં ઇન્ટરવ્યૂ માટે તેના ઘરે ગઈ હતી, જ્યાં તેણે ઘણી જ ખરાબ હરકત કરી હતી. ઇન્ટરવ્યૂ બાદ તેમણે જણાવ્યું કે તેઓ કઈ રીતે મહિલાઓને સંતુષ્ટ કરે છે. જ્યારે તેઓ ડીવીડી લેવા માટે ગયા અને રૂમમાંથી પરત આવ્યા ત્યારે તેમનું પ્રાઇવેટ પાર્ટ પેન્ટની બહાર હતો. આ બધુ જોઇને તે ત્યાંથી ભાગી ગઈ હતી, પરંતુ સાજિદે તેને રોકી હતી અને બળજબરીપૂર્વક કિસ કરી હતી. જો કે કોઇક રીતે તે ત્યાંથી નીકળવામાં સફળ રહી હતી.’