Sajid Nadiadwala Signs This Talented Bollywood Actress for #Baaghi3
  • Home
  • Entertainment
  • Bollywood
  • બાગી 3ને લઇને થયો મોટો ખુલાસો, જાણો કોણ હશે ટાઇગરની લીડ અભિનેત્રી?

બાગી 3ને લઇને થયો મોટો ખુલાસો, જાણો કોણ હશે ટાઇગરની લીડ અભિનેત્રી?

 | 6:46 pm IST

બોલીવુડના નવોદિત અભિનેતા ટાઇગર શ્રોફની ગણતરી હવે દિગ્ગજ અભિનેતાઓમાં થવા લાગી છે. ટાઇગરની બાગી સિરીઝની આગામી બે ફિલ્મની મોટી સફળતા બાદ હવે આ સિરીઝની ત્રીજી ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવા જઇ રહીં છે. આ ફિલ્માં ટાઇગરની સાથે કઇ હિરોઇન જોવા મળશે તેને લઇને ભારે ચર્ચા ચાલી રહીં હતી.

જ્યારે આખરે હવે આ ચર્ચાનો અંત આવી ગયો છે. ફિલ્મના નિર્માતા દ્વારા બાગી સિરીઝની ત્રીજી ફિલ્મને લઇને હિરોઇનની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ ફિલ્મના પહેલા પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટનો પણ ખુલાસો થોડા દિવસ પહેલા કરવામાં આવ્યો હતો. આ વખતે બાગી 3માં ટાઇગરની સાથે દિશા પટની નહીં પરંતુ સિરીઝની પ્રથમ ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા કપૂરની વાપસી થઈ છે.

આ વિશે અનેક અટકળઓનો અંત લાવતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે આ ફિલ્માં ટાઇગરની સાથે લીડ રોલમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂર જોવા મળશે. આ વિશેની આધારભૂત માહિતી તરણના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.

ફિલ્મમેકર બાગી 2ની શાનદાર સફળતા બાદ ફેન્સ માટે એક્શનથી ભરપૂર ફિલ્મ બાગી 3ને લઈને ફિલ્મ નિર્માતા ફરી એકવાર સામે આવી રહ્યાં છે. ફિલ્મના પહેલા પોસ્ટર ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અને ટાઇગર શ્રોફે સૌથી પહેલા શેર કરીને જાણકારી આપી હતી. ફોક્સ સ્ટાર સ્ટૂડિયો સાજિદ નાડિયાવાલા અને ટાઇગર શ્રોફ ફરી એકવાર સાથે આવી ગયા છે.

ફિલ્મના પહેલા પોસ્ટર સાથે તેની રિલીઝ ડેટ પણ જણાવવામાં આવી છે. આ ફિલ્મ 2020માં સામે આવશે. પ્રોડક્શનની ટીમ 6 માર્ચ 2020ના આ ફિલ્મને રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન