Sakshi Dhoni reacted after MS Dhoni Run Out in SemiFinal
  • Home
  • Videos
  • Featured Videos
  • સેમીફાઇનલમાં ધોનીના આઉટ થતા પત્ની સાક્ષીએ આપ્યું આવું રિએક્શન, વાયરલ થયો Video

સેમીફાઇનલમાં ધોનીના આઉટ થતા પત્ની સાક્ષીએ આપ્યું આવું રિએક્શન, વાયરલ થયો Video

 | 11:50 am IST

આઈસીસી વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાના હાર બાદ સમગ્ર દેશમાં ક્રિકેટ ફેન્સ નિરાશ થયા છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપના ખિતાબ માટે એક પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. ટીમે ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન પણ કર્યું. પરંતુ તેમ છતા બુધવારે ટીમને સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો.

ન્યૂઝીલેન્ડ સામે જ્યારે ભારતની હાર થઈ ત્યારે કરોડો ફેન્સનું દિલ તૂટી ગયું. મહેન્દ્ર સિંહ ધોની જ્યાં સુધી ક્રીઝ પર હતો ત્યાં સુધી જીતની આશા હતી. પરંતુ માર્ટિન ગપ્ટિલના એક ડાયરેક્ટ થ્રો પર ધોની રન આઉટ થતા જીતની બધી અપેક્ષા પણ સમાપ્ત થઈ હતી. સેમીફાઇનલમાં ધોનીની પત્ની સાક્ષી ધોની પણ મેદાન પર હાજર હતી અને મેચ જોઈ રહી હતી. પરંતુ જ્યારે ધોની રન આઉટ થયો ત્યારે સાક્ષી તેનું માથુ પકડીને બેસી ગઈ અને ઘણી નિરાશ દેખાઈ. સાક્ષીનું આ રિએક્શન કેમેરામાં કેદ થયું. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 239 બનાવ્યા હતા જ્યારે ટીમ ઈન્ડિયા 49.3 ઓવરમાં 221 રન બનાવી ઓલ આઉટ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન