Sakshi Dhoni Reacted on Rumors of MS Dhoni Retirement
  • Home
  • Sports
  • Cricket
  • શું ધોની ક્રિકેટમાંથી સંન્સાય લેશે? પત્ની સાક્ષીએ કર્યો આ ખુલાસો

શું ધોની ક્રિકેટમાંથી સંન્સાય લેશે? પત્ની સાક્ષીએ કર્યો આ ખુલાસો

 | 7:18 pm IST

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પ્રેસ કોન્ફરન્સ કરવાનો હોવાની ચર્ચાએ જોર પક્ડ્યું હતું. જે બાદ ધોનીના સંન્યાસને લઈ અટકળોનું બજાર ગરમાયું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રેસ કોન્ફરન્સમાં ધોની કોઈ મોટી જાહેરાત કરી શકે છે. પણ તે અગાઉ જ પત્ની સાક્ષીએ ધોનીના સંન્યાસને લઈને મહત્વપુર્ણ જાહેરાત કરી હતી.

ધોનીની સંન્યાસની અફવાઓએ જોર પકડતાં પત્ની સાક્ષીએ ટ્વીટરનો સહારો લીધો હતો. અને એક ટ્વીટ સાથે તેણે ધોનીના સંન્યાસની તમામ અફવાઓનો અંત લાવી દીધો હતો. સાક્ષીએ ટ્વીટ કરીને લખ્યું કે, આને અફવા કહેવાય છે.

ધોનીની આ પ્રેસ કોન્ફરન્સને લઈ કેટલાક લોકો એવા પણ અનુમાન લગાવી રહ્યા છે કે ધોની કોન્ફરન્સમાં સંન્યાસની જાહેરાત કરી શકે છે. ન્યુઝીલેન્ડ સામે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ના સેમીફાઇનલ મેચમાં ભારતીય ટીમની હાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસને લઈ ચર્ચાઓ સતત વેગે ચઢી છે. સેમીફાઇનલની હાર બાદ સોશિયલ મીડિયા પર પણ ધોનીના સંન્યાસને લઈ અટકળોનો જબરદસ્ત મહોલ જોવા મળ્યો હતો.

આ વીડિયો પણ જુઓઃ

કુલભુષણ જાદવ મામલે વિદેશ મંત્રાલયનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન