Saladi village of Mehsana sits on the welfare Baliyabapa
  • Home
  • Featured
  • VIDEO: મહેસાણાના બળિયાબાપા દેશ જ નહીં વિદેશના લોકોને પણ આપે છે આશિષ, દર્શન કરીને થાઓ ધન્ય

VIDEO: મહેસાણાના બળિયાબાપા દેશ જ નહીં વિદેશના લોકોને પણ આપે છે આશિષ, દર્શન કરીને થાઓ ધન્ય

 | 8:23 am IST

મહેસાણાના સાલડી ગામે બિરાજે છે ક્લ્યાણકારી બળિયાબાપા. કહેવાય છે કે અમદાવાદના લાંભા જેવી જ આભા અહીં મહેસાણાના સાલડી ગામમાં બિરાજમાન બળિયા બાપા ધરાવે છે. જેથી નિત્ય અહીં ભક્તોનો જમાવડો મંદિરમાં જોવા મળે છે. આવો ત્યારે આપણે પણ જઇએ મહેસાણાના સાલડી ગામ અને કરી લઇએ બળિયાદેવના દર્શન.

બળિયા બાપજી રે તુતો દીન દુખિયાને તાર,હે તુ તો લાખો જીવોને ઉગારે. દિન દુખિયાના બેલી કહો કે કહો ભટકેલાના તારણહાર આપણી સંસ્કૃતિમાં દેવ તત્વને અનેક નામે પુજવામાં આવે છે. અને તેમાનું જ એક દિવ્ય સ્વરુપ એટલે બળિયબાપજી. કહેવાય છે કે કોઇ વ્યક્તિ માત્ર એક વાર બળિયા બાપજી સમક્ષ નતમસ્તક થઇને પોતાની અરજ કરે તો તેમની તમામ મનોકામના બળિયાબાપા પુર્ણ કરે છે.

આખા જગતના તારણહાર તેવા મનોહરના મનને જેણે જીતી લીધુ તેવી શક્તિ એટલે બળિયાબાપજી. આવા કલ્યાણકારી દેવનું પાવનકારી મંદિર મહેસાણામાં સાલડી ગામે સ્થિત છે. જ્યાં પરમકૃપાળુ બળિયાબાપજીના દર્શન કરવા દુર દુરથી ભક્તો પધારે છે અને બાંધે છે પુણ્યનું ભાથુ. મહેસાણાના સાલડી ગામે સ્થિત આ મંદિર સૌ ભક્તોની મનોકામના પુર્તિ કરનારુ માનવામાં આવે છે. જેના કારણે દુર દુરથી ભક્તો અહી પોતાની મનોકામના પુરી કરવા માટે બળિયાબાપજી સમક્ષ અરજ કરે છે.

અહીં મંદિર પરિસરમાં પ્રવેશતાની સાથે જ એક સુંદર રંગરોગાન કરેલુ અને તેમાં બળિયાદેવની સુંદર મુખારવિંદ વાળુ ગર્ભગૃહ દ્રશ્યમાન થાય છે. અહીં બળિયાબાપાને એક યુવાન યુવકના સ્વરુપે બિરાજમાન કરાવવામાં આવ્યા છે. જેના દર્શન કરતાની સાથે જ ભક્તો અભિભુત થઇ જાય છે. અહીં બળિયાબાપાની મુર્તિની એકદમ ઉપર સુર્ય ભગવાનના આશિર્વાદ જાણે બળિયાબાપાને પ્રાપ્ત થતા હોય તેમ તેમની મુર્તિની ઉપર જ સ્થિત છે જેના પણ દર્શન કરવાનુ ભક્તો નથી ચુકતા.

અહીં મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતાની સાથે એક તરફ ગજાનન ગણપતિ અને અને તેની સામેની તરફ દેવ હનુમાનની પણ નાની પરંતુ સુંદર મુર્તિ સ્થિત છે. જેઓ પણ ભક્તોને આપી રહ્યા છે તેમના પાવનકારી આશિષ. અહીં ગામના લોકોનું કહેવુ છે કે ન માત્ર આ ગામ અને અહીના આસપાસના ગામ પરંતુ વિદેશમાં રહેતા લોકોને પણ જો કોઇ તકલીફ હોય અને તેઓ જો મનમાં બળિયાબાપાની બાધા માને તો તેમના તમામ દુઃખો ગણતરીના સમયમાં જ નષ્ટ થઇ જાય છે.

આ મંદિરમાં બળિયાદેવનો મહિમા અમદાવાદના લાંભા ખાતે સ્થિત બળિયાદેવના મંદિર જેટલો જ છે. કહેવાય છે કે જે ગામના ભક્તો છેક અમદાવાદના લાંભા સુધી નથી જઇ શકતા તેઓ અહીં સાલડી ગામે જ આવીને નતમસ્તક થઇ જાય છે બળિયાદેવને. મંદિરમાં લોકો દુર દુરથી પોતાની બાધા પુરી કરવા માટે આવે છે અને બળિયાબાપાના આશિર્વાદ મેળવીને કરે છે ધન્યાતાની અનુભુતિ. અહીં બળિયાબાપાને નાળિયેર ધરાવાનો મહિમા છે. કહેવાય છે કે જો તમે એક નાળિયેર ધરાવીને કોઇ પણ અરજ બળિયાદેવ સમક્ષ કરી લીધી. તો તમારુ જીવન ધન્ય ધન્ય થઇ જાય છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન