હિઝબુલ ચીફે કરી માંગણી, આતંકીઓને આપો મિલિટરી સપોર્ટ - Sandesh
  • Home
  • World
  • હિઝબુલ ચીફે કરી માંગણી, આતંકીઓને આપો મિલિટરી સપોર્ટ

હિઝબુલ ચીફે કરી માંગણી, આતંકીઓને આપો મિલિટરી સપોર્ટ

 | 5:13 pm IST

આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન એ સતત કહી રહ્યુ છે કે તે પોતાની જમીન પર આતંકીઓને વિકસવા નહિં. પાકિસ્તાનના આ દાવા કેટલાં ખોખલા છે તેની પોલ હિજબુલની આ માંગણીએ ખોલી નાંખી છે. પાકિસ્તાન સ્થિત હિઝબુલ મુજાહિદ્દીનના વડા સલાઉદ્દીને ભારતમાં આતંકવાદી હુમલો કરવા દરમિયાન પાકિસ્તાન કવર આપે તેવી માંગણી કરી છે. ભારતમાં તાજેતરમાં કરવામાં આવેલા આતંકી હુમલાઓના માસ્ટરમાઈન્ડ હિજબુલ ચીફ સૈયદ સલાહુદ્દીને ગુરુવારે પાક સરકારને અપીલ કરી કે તે કાશ્મીરમાં અશાંતિ અને આતંક ફેલાવવા તૈયાર છે પણ આતંકીઓને સૈન્ય મદદ આપે જેથી જમ્મૂ-કાશ્મીરને ભારતથી આઝાદ કરાવવાનું સપનું પૂર્ણ થઈ શકે.

ડોનની ખબર અનુસાર સલાઉદ્દીને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કાશ્મીરનો મુદ્દો વાતચીત કે સમજૂતિથી હલ થતો નથી. પાકિસ્તાન કાશ્મીરી લોકોને સૈન્ય મદદ દેવા માટે મુજાહિદ્દીનોને સંસાધનોની ગોઠવણ કરી આપે. જો તેમને સૈન્યનો સપોર્ટ મળશે તો કાશ્મીરને ન કેવળ આઝાદી મળશે પણ ઉપ મહાદ્વિપનો નકશો જ બદલાઈ જશે. જોકે સલાઉદ્દીને એ ન જણાવ્યું કે તે કેવા પ્રકારનો સૈન્ય સહયોગ ઈચ્છે છે. તે કેવી મદદની માંગણી કરે છે.

હિજબુલ ચીફે દાવો કર્યો છે કે ભારતે પોતાની સેનાના દમ પર કાશ્મીર પર કબ્જો કરી લીધો અને આ સૈન્ય દખલને રાજનીતિ કે ડિપ્લોમસી દ્વારા અંત લાવી શકાય તેમ નથી. સલાહુદ્દીને એ પણ દાવો કર્યો કે બુરહાનવાનીની મોત પછી ઘાટીમાં લોકો પર આંદોલનનું ભૂત સવાર છે. તેની મોત પછી કાશ્મીરમાં મોટેપાયે હિંસા થઈ.

કાશ્મીરમાં ભારતીય સુરક્ષાબળો પર જોહુકમી કરવાનો આરોપ લગાવતા સલાહુદ્દીને કહ્યું કે દુનિયા અમારી બાજું કઈં ધ્યાન નથી આપતી. એવામાં એક માત્ર વિકલ્પ સશસ્ત્ર સંઘર્ષ જ બચે છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે ભારત સરકાર કાશ્મીરમાં આર્થિક આતંકવાદ દ્વારા આમ  જનતા પર દબાવ બનાવી રહી છે જેથી કરીને તે પોતાના સંઘર્ષને છોડી દે. આતંકી વડાએ ઘાટીના પોલીસને અપીલ કરી હતી કે તે ભારતીય સેનાનો સાથ ન આપીને જનતાની સાથે ઉભા રહી જાય. સાથમાં ચેતવણી પણ આપી હતી કે જો એવું ન કરવા આવે તો તેમણે કાશ્મીરી લોકોના ગુસ્સાનો શિકાર થવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન