Salaries May increased in India 9.2 in 2020 as per report
  • Home
  • Business
  • બધા જ નોકરીયાત માટે આવ્યા સારા સમાચાર! આગામી વર્ષે પગારમાં થઈ શકે આટલો વધારો

બધા જ નોકરીયાત માટે આવ્યા સારા સમાચાર! આગામી વર્ષે પગારમાં થઈ શકે આટલો વધારો

 | 5:10 pm IST

ભારતના નોકરીયાત લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. આગામી વર્ષે ભારતમાં કર્મચારીઓના પગારમાં એશિયામાં સૌથી વધુ 9.2 ટકાનો વધારો થઈ શકે છે. જોકે બીજી તરફ આ ખુશીમાં ‘મહેંગાઇ ડાયન’ મોટા પ્રમાણમાં ઘટાડો કરશે અને ફુગાવો દર એડજસ્ટ કર્યા પછી, વાસ્તવિક વધારો ફક્ત 5% થશે એવું પણ જાણવા મળ્યું છે. સોમવારે સામે આવેલ એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ કોર્ન ફેરી ગ્લોબલ સેલેરી ફોરકાસ્ટ મુજબ, ભારતમાં કર્મચારીઓના પગારમાં સરેરાશ 9.2% નો વધારો થઈ શકે છે, પરંતુ ફુગાવોને એડજસ્ટ કર્યા પછી, આ વધારો લગભગ અડધો થઈ શકે છે. રિપોર્ટ મુજબ એશિયામાં ભારત, સર્વાધિક પગાર વધારા દેશ તરીકે માનવામાં આવી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે કોર્ન ફેરી ઇન્ડિયાના અધ્યક્ષ અને રીઝનલ મેનેજિંગ ડિરેક્ટર નવનીત સિંહે જણાવ્યું હતું કે,‘દુનિયભરમાં જ્યાં મોટા ભાગે દેશોમાં કર્મચારીઓના પગારમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યાં બીજી તરફ ભારતમાં કર્મચારીનો પગાર વધ્યો છે. તેથી હાલની આર્થિક સ્થિતિ અને સરકારના સુધારાઓ વચ્ચે, વેતન વૃદ્ધિની આશા છે.’

એક અનુમાન મુજબ, 2020માં વૈશ્વિક રીતે પગાર 4.9 ટકા વધશે, જ્યારે 2.8 ટકા અનુમાનિત મોંઘવારી દર બાદ વાસ્તવિક પગાર વધારો 2.1 ટકા થઈ જશે. 2020માં એશિયામાં સૌથી વધું સેલરી ગ્રોથનો દર 5.3 ટકા રહેવાનો અનુમાન છે. અન્ય એશિયન દેશોની વાત કરીએ તો, ઇન્ડોનેશિયા માટે આ સરેરાશ વૃદ્ધિદર 8.1% જ્યારે મલેશિયા, ચીન અને કોરિયા માટે અનુક્રમે 5%, 6% અને 4.1% રહેવાનો અનુમાન છે. અંદાજે જાપાનમાં આ દર સૌથી નીચો (2%) હોવાનો અંદાજ છે.

આ વીડિયો પણ જુઓ: CM રૂપાણીના ભાઈ – ભાભીને નડ્યો અકસ્માત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન