ટ્રમ્પ, પુતિન જેવા નેતાઓની સામે PM મોદીનો પગાર જાણી તમે પણ ચોંકી જશો - Sandesh
  • Home
  • Business
  • ટ્રમ્પ, પુતિન જેવા નેતાઓની સામે PM મોદીનો પગાર જાણી તમે પણ ચોંકી જશો

ટ્રમ્પ, પુતિન જેવા નેતાઓની સામે PM મોદીનો પગાર જાણી તમે પણ ચોંકી જશો

 | 4:01 pm IST

દુનિયાના મહાન નેતાઓ ભલે પોતાની શક્તિથી દુનિયામાં પોતાની ઉત્તમ છાપ છોડી રહ્યા છે. ત્યારે આજે અમે તમને દુનિયાના કદાવર નેતાઓનો પગાર જણાવીશું

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા થોડા સમય પહેલા પોતાની વાર્ષિક આવક જાહેર કરવામાં આવી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, એક વર્ષમાં તેમની આવક 3 લાખ ડોલર એટલે કે આશરે 2 કરોડ રૂપિયા જેટલી થાય છે.

બ્રિટનના વડાપ્રધાન ટરીઝા મેની વાર્ષિક સૅલરી લગભગ 2 લાખ ડોલરની આસપાસ છે એટલે કે 1,37,42,844 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેમને અન્ય ભથ્થા મળે છે જે 3 લાખ 97 હજાર જેટલા હોય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સેલેરી દાન કરી દેવાની જાહેરાત કરી હતી. તેમ છતાં ટ્રમ્પને વાર્ષિક 5,69,000 અમેરિકન ડૉલર એટલે કે લગભગ 3,85,64,021 રુપિયા મળે છે. આમાં અનેક ભથ્થાં શામેલ છે.

સતત 13 વખતથી સિંગાપુરના વડાપ્રધાન રહેતા લી હસેન લૂંગ દુનિયાના સૌથી વધુ પગાંર મેળવનાર રાષ્ટ્રધ્યક્ષ છે. તેમને 2.2 મિલિયન ડોલર મળે છે જેને માસિક વેતન જ 1 લાખ 47 હજાર ડોલર જેટલું થાય છે.

સ્વિટઝરલેન્ડના હાલના રાષ્ટ્રપતિ એલેન બર્સેટની વાર્ષિત 4 લાખ 80 હજાર અમેરિકન ડોલર જેટલી સેલરી મળે છે. ત્યાંના રાષ્ટ્રપતિનિ સેલેરીમાં સામાન્ય નાગરિકની માફક મોંઘવારી ભથ્થાનો પણ સમાવેશ કરવામાં આવે છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોનો વાર્ષિક પગાર 3 લાખ 45 હજાર ડોલરની આસપાસ છે. જેમાં એક સેલેરી રાષ્ટ્રપતિના પદની અને અન્ય એક સેલેરી સાંસદના પદની મળે છે. આ ઉપરાંત તેમને પણ અન્ય કેટલાક ભથ્થા મળતાં રહેતાં હોય છે.

દુનિયાના સૌથી મોટા લોકતંત્ર અને દુનિયાની બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતાં ભારતમાં વડાપ્રધાનનો વાર્ષિક પગાર તમામ નેતા કરતાં ઓછો છે. જો પગારની વાત કરવામાં વડાપ્રધાન મોદીને 18 લાખ 96 હજાર રૂપિયા વાર્ષિક પગાર મળે છે.