Sale of fake Corona vaccination certificate from India for Rs 5,520
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતના કોરોના વેક્સિનેશનના નકલી પ્રમાણપત્રનું રૂપિયા 5,520માં વેચાણ

ભારતના કોરોના વેક્સિનેશનના નકલી પ્રમાણપત્રનું રૂપિયા 5,520માં વેચાણ

 | 8:30 am IST
  • Share

કોરોના મહામારીનો હજી અંત નથી જ આવ્યો. તે અરસામાં ચેક પોઇન્ટ રિસર્ચના એક અહેવાલમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે, ટેલિગ્રામ પર કોવિડ-19 વેક્સિનેશનના નકલી પ્રમાણપત્રનું ખરીદ-વેચાણ થાય છે. વેક્સિનેશનના નકલી પ્રમાણપણ ઉપરાંત ટેલિગ્રામ પર થોડાક નાણાંની અવેજીમાં કોરોનાના નકલી તપાસ રિપોર્ટ પણ ઉપલબ્ધ છે.

ટેલિગ્રામ પર ભારત સહિત 29 દેશોના વેક્સિનેશનના નકલી પ્રમાણપણ માત્ર 75 ડોલર અર્થાત રૃપિયા 5520માં વેચાઈ રહ્યા છે. લોકો એક દેશમાંથી બીજા દેશમાં પહોંચવા આવા નકલી પ્રમાણપત્રોનો ઉપયોગ કરી રહ્યા છે. આવા લોકો ડાર્કનેટની મદદ લઈ રહ્યા છે. માર્ચ 2021થી નકલી પ્રમાણપત્રના દર ઘટયા છે. હજારો લોકોને નકલી પ્રમાણપત્ર વેચાઇ રહ્યા છે.

5,000 ગ્રૂપ નકલી પ્રમાણપત્રના બિઝનેસમાં

સીપીઆરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, માર્ચથી માંડીને અત્યારસુધીમાં કોરોના ટેસ્ટ અને વેક્સિન સંબંધી નકલી પ્રમાણપત્રો વેચી રહેલા 5,000 ગ્રૂપની ઓળખ થઈ ચૂકી છે. આ ગ્રૂપ્સ ટેલિગ્રામ પર નકલી પ્રમણપત્ર વેચી રહ્યા છે.

આ વિષયે ટેલિગ્રામ તરફથી કહેવામાં આવ્યું છે કે, કંપની આ રીતના કેસોની તપાસ કરી રહી છે. નકલી પ્રમાણપત્રોનો વેપાર કરી રહેલા આ ગ્રૂપ પે-પાલ અને ક્રિપ્ટોકરન્સીમાં રકમ વસૂલ કરે છે. કેટલાક ગ્રૂપ એમેઝોન અને ઇબે ગિફ્ટ કાર્ડ પર રકમની વસૂલી કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો