Sales of OREO biscuit saw good growth in lockdown in India
  • Home
  • Business
  • કોરોના કાળ અને લોકડાઉનમાં Parle-G બાદ આ બિસ્કીટનું ભારતમાં થયું ધૂમ વેચાણ

કોરોના કાળ અને લોકડાઉનમાં Parle-G બાદ આ બિસ્કીટનું ભારતમાં થયું ધૂમ વેચાણ

 | 5:02 pm IST
  • Share

કોરોના કાળમાં લોકોએ ઘરોમાં બિસ્કીટ, મિક્સચર, ચોકલેટ અને સ્નેક્સના અન્ય સામાનનો જથ્થો ભેગો કર્યો હતો. શરૂઆતમાં મોટાભાગે લોકોને લોકડાઉન ફેમિલી ટાઈમની જેમ લાગી રહ્યો હતો. જેના કારણે આ ખાદ્ય પદાર્થોનો વપરાશ પણ વધ્યો. ડેરી મિલ્ક ચોકલેટ, કેડબરી(Cadbury Dairy Milk), બોર્નવિટા(Bornvita) ઘણા લોકોની પસંદ છે. આ પ્રોડક્ટ બનાવતી અમેરિકન કંપની Mondelezના વેચાણમાં છેલ્લા અમુક મહિનાઓથી જબરદસ્ત ઉછાળો થયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ 2019માં Mondelez Internationalનો કારોબાર ભારતીય માર્કેટમાં લગભગ 1 અબજ ડોલર(7000 કરોડથી વધુ) થી વધુ નોંધાયો હતો. આ લક્ષ્યને પ્રાપ્ત કર્યા બાદ કંપની માટે ભારત ત્રીજું સૌથી મોટું માર્કેટ બની ગયું. પહેલા નંબરે અમેરિકા અને બીજા ક્રમાંકે ચીન છે. લોકડાઉન દમરિયાન મોન્ડલીઝ સિવાય અન્ય પેકેજ્ડ કંપનીઓના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો. કંપની તરફથી કહેવામાં આવ્યું કે કુલ વેચાણમાં બિસ્કીટ પોર્ટફોલિયોમાં લગભગ 50 ટકાથી વધુની તેજી નોંધાઈ છે.

OREO બિસ્કીટના વેચાણમાં શાનદાર ઉછાળો:

જો તમે OREO બિસ્કીટ ખાધા છે તો આ મોન્ડલીઝનું પ્રોડક્ટ છે. કંપનીએ કહ્યું કે અત્યારે ડિમાન્ડ એટલી વધુ છે કે પૂર્ણ કરવામાં ઓછામાં ઓછા 2-3 મહિનાનો સમય લાગશે. આપને જણાવી દઈએ કે આ પહેલા લોકડાઉન દરમિયાન પારલે એ એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. લોકડાઉનમાં બિસ્કીટનું વેચાણ આટલું વધ્યું કે છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. જો કે, કંપનીએ સેલ્સ નંબર તો બતાવ્યા નથી. પરંતુ રિપોર્ટ પ્રમાણે એવી માહિતી છે કે માર્ચ-એપ્રિલ અને મે મહિના છેલ્લા 8 દાયકાઓમાં સૌથી સારા મહિના રહ્યા.

આ વીડિયો પણ જુઓ: વડોદરામાં રામ મંદિર ભૂમિ પૂજન ને લઈ ઉજવણી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો