Salma ElShimy Controversial Photo shoot in Pyramid, Police Caught Photographer
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પિરામિડ પાસે મોડેલનું બોલ્ડ ફોટોશૂટ વિવાદમાં, ફોટોગ્રાફરને જેલની હવા ખાવાનો વારો, જુઓ PHOTOS

પિરામિડ પાસે મોડેલનું બોલ્ડ ફોટોશૂટ વિવાદમાં, ફોટોગ્રાફરને જેલની હવા ખાવાનો વારો, જુઓ PHOTOS

 | 7:54 pm IST
  • Share

ઈજિપ્ત (Egypt)માં પિરામિડ (Pyramid) આગળ એક મોડેલ સેક્સી ફોટોશૂટ કરાવતાં ભારે વિવાદ ઉભો થયો છે અને મોડેલનો ફોટો પાડનાર ફોટોગ્રાફરને તો જેલ જવાનો વારો આવ્યો છે. કેમ કે, ઈજિપ્ત પોલીસે ફોટો પાડનાર ફોટોગ્રાફરની ધરપકડ કરી લીધી છે. ફોટોગ્રાફર પર આરોપ છે કે તેણે જોજર પિરામિડ નામના પુરાતાત્વિક સ્થળ પર પ્રાચીન ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. ઈજિપ્તના તંત્રને મોડેલનાં કપડાં પસંદ ન આવ્યા.

આ મોડેલનું નામ સલમા અલ શિમી (Salma ElShimy) છે. અને તેના આ ફોટાના કારણે સોશિયલ મીડિયામાં ભારે વિવાદ ઉઠ્યો હતો. આ મામલે પુરાતત્વ વિભાગના સેક્રેટરીએ કહ્યું કે, આ તસવીરો ખુબ જ અપમાનજનક છે. અને લોકો જો ઈતિહાસ, સંસ્કૃતિ અને સ્મારકો બચાવવા પોતાની જવાબદારી નહીં સમજે તો તેઓને સજા મળશે.

જો કે, સોશિયલ મીડિયામાં કેટલાય લોકો મોડેલના સપોર્ટમાં પણ ઉતરી આવ્યા છે. અને જણાવી રહ્યા છે કે જો આ જ ફોટોશૂટ કોઈ પુરુષે કરાવ્યું હોત તો તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડતો. પણ એક મહિલા હોવાને કારણે સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં જ ટિકટોક પર અપમાનજનક પોસ્ટને કારણે કોર્ટે પાંચ યુવતીઓને બે વર્ષની સજા અને 20 હજાર ડોલરનો દંડ લગાવ્યો હતો. અને તે જ કારણે ઈજિપ્તમાં મહિલા આંદોલનની પણ શરૂઆત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન