સલમાન-કૈટરિના ફરી જમાવી રહ્યા છે જોડી, જોતા રહી જશો આ pics - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સલમાન-કૈટરિના ફરી જમાવી રહ્યા છે જોડી, જોતા રહી જશો આ pics

સલમાન-કૈટરિના ફરી જમાવી રહ્યા છે જોડી, જોતા રહી જશો આ pics

 | 7:46 pm IST

સલમાન ખાન અને કૈટરિના કૈફ હાલ તેમની આગામી ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’નું શૂટિંગ કરી રહ્યા છે. શૂટિંગ સમયની કેટલીક તસવીરો અગાઉ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. આ તસવીરોમાં ફરી એકવાર કૈટરિના અને સલમાન વચ્ચેની કેમેસ્ટ્રીની ઝલક જોવા મળતી હતી. કૈટરિના કૈફે પણ તેની લાગણીઓ વ્યક્ત કરતી કેટલીક તસવીરો શેર કરી હતી. જો કે આ બંનેની જોરદાર અને ખાસ કેમેસ્ટ્રીથી કોઈ અજાણ નથી. રણબીર કપૂર સાથે બ્રેકઅપ પછી પહેલીવાર કૈફ સલમાન સાથે જોડી જમાવી રહી હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ આ બંને કલાકારોએ ‘સ્પ્લૈશ ફેશન ઓટમ વિંટર કલેકશન 2017’ માટે ફોટોશૂટ પણ કરાવ્યું છે. આ ફોટોમાં બંને વચ્ચેની ખાસ મિત્રતા પણ દેખાઈ રહી છે.