સલમાન-આમિર નાની અભિનેત્રી પાછળ ભાગતા દેખાશે : રવીના - Sandesh
  • Home
  • Entertainment
  • સલમાન-આમિર નાની અભિનેત્રી પાછળ ભાગતા દેખાશે : રવીના

સલમાન-આમિર નાની અભિનેત્રી પાછળ ભાગતા દેખાશે : રવીના

 | 1:46 am IST

૯૦ના દાયકામાંનો દરેક બાળક ફિલ્મ અંદાઝ અપના અપના જોઈને મોટો થયો છે. આ ફિલ્મની રિલીઝના બે દાયકા બાદ પણ આ રસપ્રદ કોમેડી ફિલ્મ ટેલિવિઝન રસિયાઓને હસાવવામાં સફળ સાબિત થઈ છે. રવીના ટંડને આ ફિલ્મમાં સલમાન ખાન અને આમિર ખાન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મની સિક્વલ વિશે જ્યારે રવીનાને સવાલ કરાયો ત્યારે રવીનાએ જવાબ આપતાં આમિર અને સલમાનની ટાંગ ખીંચાઈ કરી હતી. રવીનાએ જણાવ્યું હતું કે મારા કો-સ્ટાર્સને આજે પણ યુવા અભિનેત્રીઓ સાથે કામ કરવામાં વધુ મજા આવે છે. ફિલ્મ અંદાઝ અપના અપનાની સિક્વલ ફિલ્મમાં કામ કરવું મને ગમશે, પરંતુ મને ખબર છે કે મારો ફોટો દીવાલ પર લટકતો જોવા મળશે અને આમિર-સલમાન મારી અને લોલો (કરિશ્મા કપૂર)ની તસવીરને ફૂલનો હાર ચડાવશે અને કહેશે અમારી બંનેની પત્ની મરી ગઈ હવે શું કરીશું? અને ત્યાર બાદ તેઓ ૨૧ વર્ષની હીરોઇનો પાછળ ભાગશે. સિક્વલની શરૂઆત આવી ઔરીતે કરાશે.