Salman and Sonakshi Sinha Attend Wedding Party in Mumbai
  • Home
  • Featured
  • ‘દબંગ 3’ શૂટિંગ પહેલા વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા સલમાન-સોનાક્ષી, જુઓ તસવીરો

‘દબંગ 3’ શૂટિંગ પહેલા વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા સલમાન-સોનાક્ષી, જુઓ તસવીરો

 | 2:27 pm IST

સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા એકવાર ફરી ‘દબંગ 3’ માં સાથે દેખાશે. આ ત્રીજી વખત એવું થશે કે બન્ને સાથે કામ કરશે. સૂત્રો મુજબ આ ફિલ્મની શૂટિંગ એપ્રિલમાં શરૂ થશે. જોકે આ પહેલા આ બન્ને કલાકાર મુંબઈમાં થયેલ એક વેડિંગ રિસેપ્શન પાર્ટીમાં સાથે જોવા મળ્યા. સલમાને બ્લેક કપડા સાથે લેધર જેકેટ પહેરી હતી. જ્યારે સોનાક્ષી સ્કાઇ બ્લૂ કલરના શરારામાં નજરે આવી હતી. આ પાર્ટીમાં સોનાક્ષીની માતા પૂનમ સિન્હા પર પહોંચી હતી. બન્ને કલાકારોની કેટલીક તસવીરો મીડિયાના કેમેરામાં કેદ થઈ છે.

તમને બતાવી દઈએ કે હાલ સલમાન ખાન તેમની ફિલ્મ ‘ભારત’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરીના કૈફ નજરે આપશે. આ સિવાય ફિલ્મમાં તબુ, દિશા પાટની, જૈકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ઈદના સમયે રિલીઝ થશે. જ્યારે ‘દબંગ 3’ની વાત કરીએ તો સૂત્રો મુજબ આ ફિલ્મને પ્રભુદેવા ડાયરેક્ટ કરશે જ્યારે પ્રોડ્યૂસર અરબાઝ ખાન છે.