Helen birthday bash salman khan arpita sharma others arrive
  • Home
  • Featured
  • PHOTOS: હેલનના જન્મદિવસ પર સલમાનનો છલકાયો પરિવાર પ્રેમ, પાર્ટીમાં ખુશખુશાલ દેખાયું ખાન ફેમિલી

PHOTOS: હેલનના જન્મદિવસ પર સલમાનનો છલકાયો પરિવાર પ્રેમ, પાર્ટીમાં ખુશખુશાલ દેખાયું ખાન ફેમિલી

 | 9:49 am IST

ખાન ફેમિલીમાં હાલ ખુશીઓનો માહોલ છે. થોડા દિવસ પહેલા જ અર્પિતા ખાન શર્મા-આયુષ શર્માની તેમજ ત્યારબાદ સલમા ખાન અને સલીમની મેરેજ એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી હતી. હાલ ખાન પરિવારમાં એક પછી એક સારા પ્રસંગ આવી રહ્યા છે.

અર્પિતા ખાન શર્મા ટુક સમયમાં ગુડન્યુઝ આપવાની છે. ગુરૂવારે ફરી એકવાર ખુશીઓની લહેર છવાઈ વાત જાણે એમ હતી કે એક સમયની સુપર ડુપર ડાન્સર અને બોલ્ડ અદાકારા હેલનનો બર્થડે હતો તો ખાન પરિવાર ઉજવણી કરવામાં પાછળ ન જ રહે તે સ્વાભાવિક છે. હેલનના જન્મદિવસને ખુબજ ધામધુમથી ઉજવવામાં આવ્યો.

હેલનના બર્થડે પર પરિવાર જનોની સાથે મિત્રો નજર આવ્યા હતા. પાર્ટીમાં ફેમિલી બોન્ડીંગ દેખાઈ રહી હતી. આ પાર્ટીમાં સલમાન ખાન, અર્પિતા ખાન,આયુષ શર્મા, અલવીરા ખાન નજર આવી. એકટ્રેસ વહીદા રહેમાન અને યૂલિયા વંતુર પણ પાર્ટીમાં સ્પોટ થઈ હતી. તમામ લોકો પાર્ટીમાં ખુશખુશાલ લાગી રહ્યા હતા. પાર્ટીમાં આવેલ તમામ લોકોએ કેજ્યુએલ વેર પહેર્યા હતા.

સલીમ ખાન પત્ની સલમા ખાન સાથે નજર આવ્યા હતા. સલમા સલમાન ખાન,અરબાઝ અને સોહેલ અલવીરાની માતા છે. સલમાને પાર્ટીમાં બ્લેક ટી-શર્ટ અને બ્લૂ ડેનિમ પહેર્યુ હતુ જેમા તે ખુબજ સ્માર્ટ લાગતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન