salman khan present in south superstar venkatesh daughter marriage
  • Home
  • Featured
  • Photos: સાઉથના સુપરસ્ટાર વૈંકટેશની પુત્રીના લગ્નમાં ખાસ હાજર રહ્યો સલમાન ખાન

Photos: સાઉથના સુપરસ્ટાર વૈંકટેશની પુત્રીના લગ્નમાં ખાસ હાજર રહ્યો સલમાન ખાન

 | 8:50 am IST

સાઉથ ફિલ્મોનાં પ્રખ્યાત એક્ટર દગ્ગુબાટી વૈંકટેશની પુત્રી આશ્રિથાના ખુબજ ધામધુમ પૂર્વક લગ્ન થયા છે. તેમના લગ્ન જયપુરમાં ખુબજ ધામધુમથી કરવામાં આવ્યા હતા. આશ્રિથાએ બોયફ્રેંડ વિનાયક રેડ્ડી સાથે સાત ફેરા લીધા હતા. આ લગ્નમાં ફિલ્મ ઇંડસ્ટ્રીના ખુબજ જાણીતા દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા. બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન પણ આ લગ્નમાં હાજર રહ્યો હતો. સલમાન ખાન અને વૈંકટેશ ખુબજ સારા મિત્રો છે. બંને વચ્ચે ખુબજ સારૂ બોન્ડીંગ છે.

સલ્લૂ મિયાં તેલુગૂ ફિલ્મોના સુપરસ્ટાર વૈંકટેશની મોટી પુત્રીના લગ્નમાં હાજર રહ્યો હતો. આ લગ્નમાં રાણા દગ્ગુબાટી, વૈંકટેશ અને તેનો પરિવાર જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર સલમાન ખાનની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી હતી, સલમાન ખાનના ફેંસને જ્યારે સમાચાર મળ્યા કે સલમાન હાલ જયપુરમાં છે તેને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.

સલમાન ખાન અંગે એવુ કહેવાય છે કે જેની સાથે સંબંધો રાખે તેની સાથે દીલથી સબંધો નીભાવે છે. સલમાનના ફોટાઓ સોશિયલ મીડિયા પર હાલ ધુમ મચાવી રહ્યા છે. સલમાન ખાન બીના કાક સાથે ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. બીના કાક તેની માતાનો રોલ પ્લે કરી ચુકી છે.

વર્ક ફ્રંટની વાત કરીએતો સલમાન અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારતમાં નજર આવશે. ફિલ્મમાં કેટરીના કૈફ તેમની સાથે સ્ક્રીન શેર કરી રહી છે. આ સિવાય સલમાન ખાન સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘ઇંશાલ્લાહ’માં મુખ્ય રોલ નિભાવવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન