NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Viral Video: અઝાનનો અવાજ સાંભળતા જ સલ્લુએ કર્યુ કંઇક ‘આવુ’

Viral Video: અઝાનનો અવાજ સાંભળતા જ સલ્લુએ કર્યુ કંઇક ‘આવુ’

 | 12:40 pm IST

સિંગર સોનૂ નિગમનાં ‘મસ્જિદોમાં લાઉડસ્પીકરથી અઝાન’વાળા ટ્વિટનો મામલો હાલમાં છવાયેલ છે. સોનૂ નિગમે મસ્જિદોમાં થનાર અઝાન પર સવાલ ઉઠાવતા તેને ગુંડાગિરિ કહી દીધી હતી. જો કે, બાદમાં સોનૂએ પ્રેસ કોન્ફરન્સ કરીને સાફ કર્યુ હતું કે, તેને અઝાન પર નહી પરંતુ લાઉડસ્પીકરનાં ઉપયોગ પર સવાલ ઉઠાવ્યો હતો. સોનૂનાં આ ટ્વિટ બાદ ચર્ચા વધી ગઇ છે કે, ધાર્મિક સ્થળો પર લાઉડસ્પકરનો ઉપયોગ કેટલો વ્યાજબી છે. આ તમામ ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં એવા ઘણા વીડિયો વાઇરલ થઇ રહ્યા છે, જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપરસ્ટાર સલમાન ખાન અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અઝાન કરતા નજર આવી રહ્યા છે.

વાઇરલ થઇ રહેલા એક વીડિયોમાં સલમાન ખાન બીગ બોસ સીઝન-8નાં લોન્ચમાં પ્રેસ કોન્ફરન્સ કરતા નજર આવી રહ્યા છે. ત્યારે જ સલ્લુને અઝાનનો અવાજ સંભળાઇ રહ્યો છે અને અઝાન પ્રત્યે સુપરસ્ટાર પોતાનું સન્માન દેખાડતા પ્રેસ કોન્ફરન્સ અદ્ધવચ્ચે જ રોકી દે છે. સલમાનનાં આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખુબ શેર કરવામાં આવી રહ્યો છે